ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કેટરીનાએ ઘરે રહીને કર્યુ આ કામ, જેને જોઇ બોલીવૂડ પણ દંગ રહી ગયું - Katrina Kaif latest videos

બોલીવૂડના લગભગ તમામ કલાકારો કોરોના વાઇરસને કારણે સેલ્ફ આઇસોલેશનમાં રહે છે. ઘરમાં રહીને તે કેટલીકવાર રસોઈ બનાવે તો ક્યારેક કસરત કરતા જોવા મળે છે. તાજેતરમાં જ કેટરિના કૈફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેત્રી ઘરે રહીને વાસણ સાફ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને અભિનેત્રીએ તેની ઇંસ્ટાગ્રામ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કેટરીના કૈફે વાસણ સાફ કરવાની સાથે ચાહકોને પાણી કેવી રીતે બચાવવું તે પણ સમજાવ્યું હતું. અભિનેત્રીના આ વીડિયો પર અર્જુન કપૂર સહિત ઘણા બોલિવૂડ કલાકારોએ કમેંટ કરી હતી.

કેટરીનાએ ઘરે રહીને કર્યુ આ કાર્ય
કેટરીનાએ ઘરે રહીને કર્યુ આ કાર્ય

By

Published : Mar 24, 2020, 10:58 AM IST

Updated : Mar 24, 2020, 11:06 AM IST

મુંબઇઃ કેટરિના કૈફે પોતાના વીડિયો દ્વારા કહ્યું કે, તે ઘરે રહી કેવી રીતે કામ કરી રહી છે, તેમજ પાણીની બચત પણ કરી રહી છે. પાણી બચાવવા માટે, તેણે પહેલા તમામ વાસણો સિંકમાં રાખ્યા અને તેમના પર પાણી રેડ્યું, ત્યારબાદ, તેમને ધોઈ લીધા પછી, તેને રેક પર પાછા મૂકી અને ધીમે ધીમે આ રીતે તમામ વાસણો ધોઈ નાખ્યાં. પોતાના વીડિયો પર ટિપ્પણી કરતાં અર્જુન કપૂરે લખ્યું, "મારા ઘરે આપનું સ્વાગત છે". આ સિવાય અભિનેતાએ તેમને કાંતાબેન 2.0 પણ કહ્યું. આ સાથે જ સુનિલ ગ્રોવરે કેટરિના કૈફના વીડિયો પર પણ કમેંટ કરી અને લખ્યું કે, આ વિચાર ખૂબ જ ક્રાંતિકારી છે.

કેટરિના કૈફ સેલ્ફ આઇસોલેશનમાં રહીને પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પાછલા દિવસે તેણે એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેની સાથે વરુણ ધવન અને અર્જુન કપૂર પણ જોવા મળ્યા હતા. આ ફોટો ત્રણેયના વીડિયો કોલ દરમિયાન લેવામાં આવ્યો હતો. આ પહેલા અભિનેત્રી પણ ઘરે કસરત કરતી અને ગિટાર વગાડતી જોવા મળી હતી.

Last Updated : Mar 24, 2020, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details