- ચેમનચેરીએ 100 વર્ષની ઉંમરે છેલ્લી વખત કળાની પ્રસ્તુત કરી હતી
- ચેમનચેરી કુનિરમન નાયરને 2017માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા
- ઉત્તર કેરળની પ્રથમ થિયેટર શાળા 'ભારતીય નાટ્યકલામ'ની સ્થાપના કરી
તિરુવનંતપુરમ(કેરળ):કથકલી નૃત્ય સમ્રાટ ઉસ્તાદ ચેમનચેરી કુનિરમન નાયરનું આજે સોમવારે સવારે નિધન થયું છે. ઉસ્તાદ ચેમનચેરીનું 105 વર્ષની વયે ચેલીયા સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. ઉસ્તાદ ચેમનચેરી કેરળના સૌથી પ્રખ્યાત કથકલી નૃતક હતા. ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી સહિતના ઘણા અન્ય સન્માનથી ચેમનચેરીને સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:પ્રતિષ્ઠિત ચિત્રકાર લક્ષ્મણ પાઈનું 95 વર્ષની વયે નિધન