ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'ભૂલ ભુલૈયા 2'માં અક્ષય કુમારની સાથે કામ કરશે કાર્તિક આર્યન - Kriti Sanon

મુંબઈઃ બૉલીવુડનો ચૉકલેટી બૉય કાર્તિક આર્યનની સતત હિટ ફિલ્મોથી ઈન્ટસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. કાર્તિક હાલ સૈફ અલી ખાનની હિટ ફિલ્મ "લવ આજ કલ"ના બીજા ભાગ "લવ આજ કલ"ના શૂટિંગમાં વ્યસ્ત છે.

ભૂલ ભુલૈયા 2

By

Published : Jun 10, 2019, 9:01 PM IST

આ ફિલ્મમાં તેમની સાથે સારા અલી ખાન જોવા મળશે. આ વચ્ચે ખબર આવી રહી છે કે, કાર્તિક અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ 'ભૂલ ભુલૈયા'ની સીક્વલમાં જોવા મળશે. મળતી માહિતી અનુસાર 'ભૂલ ભુલૈયા 2'ના મેકર્સે આ ફિલ્મ માટે કાર્તિકનું નામ ફાઈનલ કરી લીધુ છે. આ ફિલ્મમાં તેમની સાથે અક્ષય કુમાર પણ જોવા મળી શકે છે.

'લવ આજ કલ' પછી કાર્તિક ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેની સાથે 'પતિ પત્ની ઔર વો'નું શૂટિંગ કરશે. મળતી માહિતી "કાર્તિકને હાલમાં નિર્માતાઓ સાથે મુલાકાત કરી અને તેમને પણ આ ફિલ્મના આઈડિયા પસંદ આવ્યા છે. જો બધુ સારૂ રહ્યું તો કાર્તિક 'ભૂલ ભુલૈયા' ફ્રેન્ચાઈજીને આગળ લઈ જવા માટે પૂરી રીતે તૈયાર છે."

કાર્તિકની છેલ્લી ફિલ્મ કૃતિ સેનનની સાથે 'લુકા છુપી' ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી હતી. કાર્તિકની પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો હાલ કાર્તિક અને સારા અલી ખાન વચ્ચે નજીક હોવાની ચર્ચા થઈ રહી છે. પરંતુ તેમણે હાલ સુધી આના પર ઑફિસિયલી કોઈ વાત કરી નથી.

ABOUT THE AUTHOR

...view details