મુંબઈઃ બૉલિવૂડના ચોકલેટ બોય કાર્તિક આર્યને આગામી ફિલ્મ 'લવ આજ કલ 2'ના શૂટિંગ વખતની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે ફિલ્મનું પાત્ર રઘુને પરિચય કરતા જોવા મળે છે. આ સાથે જ આ તસવીરમાં કાર્તિક 90 દશકના સલમાન ખાનને કોપી કરતા દેખાય છે.
કાર્તિકે 'લવ આજ કલ 2'ના રઘુનો ફોટો શેર કર્યો, જુઓ 90ના સલમાનનો પોઝ - bollywood news
કાર્તિક આર્યને પોતાની ફિલ્મ 'લવ આજ કલ'ના પાત્ર રઘુનો પરિચય કરાવતી તસવીર ઈન્સ્ટાગ્રામ પર કરી શેર હતી. જેમાં 90ના સલમાન ખાનનો ફોટો પણ દેખાય છે.
ઈમ્તિયાજ અલીના નિર્દેશન હેઠળ બનેલી 'લવ આજ કલ' ફિલ્મમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યન લીડ રોલમાં છે. આ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ દર્શકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. કાર્તિક આર્યને ફિલ્મના શૂટિંગ દરમિયાનની એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટો 'લવ આજ કલ'નું પાત્ર રઘુની છે. જે પાત્ર કાર્તિક ભજવી રહ્યાં છે. શેર કરેલી ફોટોમાં તે ફિલ્મનું પાત્ર રઘુને પરિચય કરતા દેખાય છે. બીજી બાજુ કાર્તિક આ તસવીરમાં 90ના દશકના સલમાનને કોપી કરતા દેખાય છે.
આ તસવીરમાં અભિનેતાએ સ્કૂલ યુનિફોર્મમાં સફેદ રંગનો શર્ટ અને લાઈટ કોફી કલરનું પેન્ટ પહેર્યુ છે. કાર્તિકે શેર કરેલી તસવીરમાં તેના ફોટોની થોડીક પાછળ અને નજીક જ 90ના દશકના સલમાનનો ફોટો જોવા મળે છે. કાર્તિકે સલમાનના પોઝને કોપી કર્યો છે. આ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, 'મૈને પ્યાર કિયા, મીલીએ મેરે આફ રઘુ સે'.