ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કાર્તિકે 'લવ આજ કલ 2'ના સેટ પરથી ફોટો શેર કરીને આ રાઝ ખોલ્યું - Sara Ali Khan

કાર્તિક આર્યને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 'લવ આજ કલ 2'ના સેટ પરથી એક ફોટો શેર કર્યો છે. જેમાં તે 90ના દશકના સ્કૂલના બાળકોના પાત્રમાં જોવા મળી રહ્યો છે અને તેની સાથે તેની સ્કૂલ ગેંગ પણ છે. આ સાથે જ તેણે એ વાતનો ખુલાસો કર્યો છે કે, આ પાત્ર ભજવવા માટે તેમણે પોતાનું 8 કિલો વજન ઘટાડ્યું છે.

Etv Bharat, Gujarati News, Love Aaj Kal 2, Kartik Aryan
કાર્તિકે 'લવ આજ કલ 2'ના સેટ પરથી ફોટો શેર કર્યો

By

Published : Jan 28, 2020, 4:37 PM IST

મુંબઇઃ કાર્તિક આર્યને મંગળવારે પોતાની આગામી રોમેન્ટિક-ડ્રામા 'લવ આજ કલ 2'ના સેટથી એક ફોટો શેર કર્યો હતો.

'પતિ પત્નિ ઔર વો' અભિનેતાએ આ ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ ફોટાની સાથે કેપ્શનમાં તેમણે લખ્યું કે, '90ના દશકના હૉટ કિડ્સ બી લાઇક... કાર્તિક આર્યન માઇનસ 8 કિલો ગ્રામ...ફિફ્ટી શેડ્સ ઓફ રઘુ'.

આ ફોટામાં કાર્તિ સ્કૂલ ડ્રેસમાં પોતાની સ્કૂલ ગેંગના કુલ બ્યોઝની સાથે જોવા મળે છે.

આ પહેલા 29 વર્ષીય અભિનેતાએ ફિલ્મથી પોતાના અન્ય કેરેક્ટર વીરની પણ એક ઝલક શેર કરી હતી, જેમાં તે એક આકર્ષક લુકમાં દેખાઇ રહ્યો હતો.

અભિનેતા બે પાત્રો- રઘુ અને વીર- જે અલગ-લગ યુગના છે તેનું પાત્ર ભજવતો જોવા મળશે. એક 1990ના દશકનો છે અને અન્ય 2020નો છે.

ફિલ્મ 'લવ આજ કલ 2' આ નામથી 2009ની આવેલી ફિલ્મની રિમેક છે. મુળ ફિલ્મમાં સારાના પિતા સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા.

ABOUT THE AUTHOR

...view details