અક્ષય કુમાર વિદ્યા બાલનની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા' એક મલયાલમ ફિલ્મની રીમેક હતી. આ 2007માં રિલીઝ થઈ હતી અને સુપર હિટ થઈ હતી. આ ફિલ્મની સફળતા પછી આ તેની સીકવલ બનાવવાની ચર્ચા લાંબા સમયથી થઈ રહી છે. તાજેતરમાં જ 'ભૂલ ભૂલૈયા 2'નાનું પોસ્ટર રીલિઝ થયું અને આ સાથે જ ચોખવટ થઈ ગઈ કે કાર્તિક આર્યન ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. હવે લીડ એક્ટરનો ખુલાસો થયા પછી આજે આ ફિલ્મની લીડ અભિનેત્રીનો પણ ખુલાસો થઈ ગયો છે. સૂત્રોનુ માનીએ તો 'ભૂલ ભૂલૈયા 2' માં કિયારા અડવાની વિદ્યા બાલનનું સ્થાન લેશે.
ભૂલ-ભૂલૈયા 2ની શૂટિંગ શરૂ, શાનદાર અંદાજમાં જોવા મળ્યા કાર્તિક અને કિયારા - અક્ષય કુમાર વિદ્યા બાલનની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા'
મુંબઇ : કાર્તિક આર્યન તથા કિયારા અડવાણીની સ્ટાર કાસ્ટ વાળી ફિલ્મ ભૂલ ભૂલૈયા 2ની શૂટિંગ શરૂ તઇ ગઇ છે. કાર્તિકએ ફિલ્મના સેટ પરથી એક પોસ્ટ શેર કરી હતી. કાર્તિક આર્યન તથા કિયારા અડવાણીએ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. કાર્તિકે સેટ પરની તસવીરો શૅર કરી છે. કાર્તિક બ્લેક હૂડીમાં તથા કિયારા ટ્રેડિશનલ રેડ અને ગ્રીન ડ્રેસમાં જોવા મળે છે અને તેના હાથમાં ક્લેપબોર્ડ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2007મા રિલીઝ થયેલી ‘ભૂલ ભુલૈયા’માં અક્ષય કુમાર લીડ રોલમાં હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.
ભૂલ-ભૂલૈયા 2ની શૂટિંગ શરૂ,શાનદાર અંદાજમાં જોવા મળ્યા કાર્તિક અને કિયારા
આ ફિલ્મમાં કિયારા અડવાણી પહેલીવાર કાર્તિક સાથે સ્ક્રીન શેયર કરશે.એટલુ જ નહીં તે આ ફિલ્મમાં કાર્તિક સાથે રોમાંસ પણ કરતી જોવા મળશે. આ ફિલ્મને અનીસ બઝ્મી ડાયરેક્ટ કરી રહ્યા છે તો ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમાર છે.