મુંબઈ: બોલીવૂડ અભિનેતા કાર્તિક આર્યનને એક પોર્ટલ દ્વારા તેના લગ્ન બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. જેમાં તેને કેવી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે તેમ પૂછવામાં આવતા તેણે જવાબમાં કહ્યું હતું કે તે યુવતી દિપીકા પાદુકોણ જેવી હોવી જોઇએ. જે ગર્વભેર તેના પતિ પર શો-ઓફ કરે.
ત્યારબાદ જ્યારે કાર્તિકને પૂછવામાં આવ્યું કે તે કેટરિના સાથે ક્યારે જોડી જમાવી રહ્યો છે ત્યારે પણ તેણે દિપીકાનો ઉલ્લેખ કરી કહ્યું, “એમ તો હું દિપીકા સાથે પણ સારો લાગુ છું. શું અમારી જોડી તમને ગમશે?”