ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પંજાબી સિંગરની બાયોપિકમાં જોવા મળશે કાર્તિક આર્યન - પંજાબી સિંગર અમર સિંહ

મુંબઈઃ અભિનેતા કાર્તિક આર્યન માટે 2019નું વર્ષ ખુબ સારું રહ્યું છે. આ વર્ષમાં તેમની ફિલ્મ 'લુકા છુપી' અને 'પતિ પત્નિ ઔર વો' હિટ રહી છે. બન્ને ફિલ્મોએ બોક્સઓફિસ પર સારી એવી કમાણી કરી છે. મળતી માહિતી મુજબ હવે કાર્તિક આર્યન એક બાયોપિકમાં જોવા મળી શકે છે.

bollywood
bollywood

By

Published : Dec 30, 2019, 8:51 AM IST

ફિલ્મ 'લુકા છુપી' અને 'પતિ પત્નિ ઔર વો' માં સફળતા મળ્યા બાદ કાર્તિક આર્યનને પંજાબી સિંગર અમર સિંહની બાયોપિક માટે અપ્રોચ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ઈમ્તિયાઝ અને કાર્તિક વચ્ચે વાતચીત થશે. આ ફિલ્મનું નિર્માણ ઈમ્તિયાઝ અલી અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ કરશે, તો નિર્દેશન અલીના ભાઈ સાજિદ અલી કરશે.

ફિલ્મનું નિર્માણ ઈમ્તિયાજ અલી અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ કરશે

અમર સિંહ ચમકિલા સોન્ગરાઈટર, મ્યુઝિશિયન અને કંપોજર હતા. મુળ પંજબના અમર સિંહ પોતાના સ્ટેજ નામ ચમકિલાથી ખૂબ જ પ્રચલિત થયા હતા. પંજબાના શ્રેષ્ઠ પર્ફોર્મન્સમાં તેમનું નામ સામેલ હતું. તેમનું સંગીત આસપાસના માહોલમાં ખૂબ જ પ્રભાવિત હતું. અમર સિંહના હિટ ગીતોમાં 'તૌકા તે તૌકા' અને 'પહલે લલકારે નાલ' જેવા ગીત સામેલ છે.

પંજાબી સિંગરની બાયોપિકમાં જોવા મળશે કાર્તિક આર્યન

8 માર્ચ 1988માં તેમનું અને તેમની પત્નિ અમરજોતની તેમની જ બૈંડના બે લોકો દ્વારા ગોળી મારી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તે સમયે આ મામલે કોઈની ઘરપકડ કરવામાં આવી નહોતી. આજ સુધી હજી આ કેસનો કોઈ પણ ઉકેલ આવ્યો નથી.

આ સિવાય કાર્તિક આર્યન 'લવ આજ કાલ', 'દોસ્તાના 2' અને 'ભુલ ભુલૈયા 2'મા પણ જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details