મુંબઇઃ અભિનેતા કાર્તિક આર્યને મંગળવારે મેઇનલેન્ડ ચીનના સ્વાયત્ત વિસ્તાર ગ્વાંગસી ઝુઆંગના યુલિન શહેરમાં વિવાદિત કૂતરાના માંસના તહેવાર વિરુદ્ધ એક વલણ અપનાવ્યું હતું અને સોશિયલ મીડિયા પર તેના પાલતુ ડોગ સાથે એક ફોટો શેર કર્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લવ આજ કલ એક્ટરે ડોગ મીટ સામે અવાજ ઉઠાવ્યો હતો. આ ફોટામાં આર્યને પોતાના બે પાલતુ કુતરાઓને હાથમાં પકડ્યા છે અને કેમેરામાં જોઇને હસતા જોવા મળી રહ્યા છે.
આ ફોટા સાથે ક્યુટ બોય આર્યને કેપ્શનમાં લખ્યું છે કે, દર વર્ષે આ યુલિન ઉત્સવ દિલ તોડે છે. #StopYulin #YulinKMKB.
આ પોસ્ટને શેર કર્યા બાદ અનુષ્કા શર્મા અને ભૂમિ પેડનેકર સહિત તેના ચાહકો અને સેલિબ્રિટી અનુયાયીઓ વિવાદાસ્પદ ઉત્સવને રોકવા માટેના આર્યનના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.