મુંબઈ: કાર્તિક આર્યને કોરોના વાઈરસ સામે લડતા કોરોના કમાન્ડો માટે નવી સિરિઝ 'કોકી પૂછેગા' શરૂ કરી છે. કાર્તિક આર્યન હંમેશા દેશના યુથ આઈકોન તરીકે કાર્ય કરે છે. કાર્તિકના #કોરોનાસ્ટોપકરોનાના 2 મિનિટ અને 48-સેકન્ડ લાંબા એકપાત્રી નાટકમાં તેમણે મહામારી સામે લડવાની સામાજિક અંતરના મહત્વ વિશે વાત કરતો વીડિયે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કાર્તિકનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો.
આજે આ યુવા અભિનેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે તેની યુટ્યુબ ચેનલ પર તેની નવી સિરીઝની ઝલક આપે છે. કોવિડ -19 વિશે જાગૃતિ ફેલાવવા માટે કાર્તિક આર્યન તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ- 'કાર્તિક આર્યન- બેબી સ્ટેપ્સ' પર એક નવો શો લઈને આવી રહ્યો છે. આ શ્રેણીને 'કોકી પૂછેગા' નામ આપવામાં આવ્યું છે. કોકી કાર્તિકનું નિક નેમ છે, જેને સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા અભિનેતાને આપવામાં આવ્યું છે.