મુંબઈઃ કોરોના લોકડાઉનના સમયમાં ઈમાણસથી લઈ બૉલીવુડ સેલેબ્સ સુધીના તમામ લોકો કઈંકને કઈંક નવુ કરી રહ્યાં છે. બૉલીવુડના ચોકલેટ બોય કાર્તિક આર્યન પણ ઈત્તર પ્રવૃત્તિ કરી સમયનો સદ્ઉપયોગ કરી રહ્યાં છે. તાજેતરમાં તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે.
અભિનેતા કાર્તિક આર્યને પોતાને હુસ્ન પરી ગણાવ્યાં છે. જી હા,મોટા ભાગની છોકરીઓના દિલની ધડકન બનેલા કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં પોતાના ફોટા સાથે કેપ્શનમાં લખ્યું છે, 'હુસ્ન પરી'.
કાર્તિકની આ પોસ્ટ સાથે જ સોશિયલ મીડિયમાં ફેન્સ દ્વારા કોમેન્ટ્સની વર્ષા શરૂ થઈ ગઈ છે. એક ફેન્સે કાર્તિકની પોસ્ટ પર કોમેન્ટ કરતાં મજાકિયા અંદાજમાં લખ્યું છે, 'તુમ હુસ્ન પરી તુન જાને જહાં, તુમ સબસે હસી તુમ સબસે જવાં, સૌંદર્ય સાબુન નિરમા, સૌંદર્ય સાબુન નિરમા'. તો અન્ય એક યુઝર્સે કોમેન્ટ કરી કે 'હુસ્ન પરા યુ આર'. જ્યારે એક યુઝર્સે કાર્તિકની ચુટકી લેતા કહ્યું કે, 'માય ક્રશ.'
કાર્તિકના કામની વાત કરીએ તો તેમની છેલ્લી ફિલ્મ સારા અલી ખાન સાથે 'લવ આજ કલ' હતી. આગામી સમયમાં કાર્તિક 'દોસ્તાના ' અને 'ભુલ ભુલૈયા 2'માં જોવા મળશે.