ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Karisma Kapoor મુંબઈના વરસાદની મજા લેતાં દરિયા કિનારે મસ્તી કરતો વીડિયો કર્યો શેર - Karisma Kapoor video

બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર ( Karisma Kapoor ) પણ અન્ય કલાકારોની જેમ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અત્યારે મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે કરિશ્માએ મંગળવારે વરસાદની મજા માણતો એક વીડિયો શેર કર્યો છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.

Karisma Kapoor  મુંબઈના વરસાદની મજા લેતાં દરિયા કિનારે મસ્તી કરતો વીડિયો કર્યો શેર
Karisma Kapoor મુંબઈના વરસાદની મજા લેતાં દરિયા કિનારે મસ્તી કરતો વીડિયો કર્યો શેર

By

Published : Jul 28, 2021, 3:38 PM IST

  • અભિનેત્રી કરિશ્મા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • વીડિયોમાં વરસાદની મજા માણી રહી છે કરિશ્મા કપૂર
  • વીડિયોના બેકગ્રાઉન્ડમાં સનસાઈન ગીત વાગી રહ્યું છે

ન્યૂઝ ડેસ્ક: સમગ્ર દેશમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે મુંબઈમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જોકે, મંગળવારે પડેલા વરસાદની મજા અભિનેત્રી કરિશ્મા કપૂરે પણ માણી હતી. કરિશ્મા કપૂરે ( Karisma Kapoor ) મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી રહી છે.

કરિશ્માએ ( Karisma Kapoor ) આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, 'જ્યારે ચોમાસા દરમિયાન ખુશ થવાનું બહાનું મળી જાય.' કરિશ્માએ શેર કરેલા આ વીડિયોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં કરિશ્મા દોડી રહી છે તેમ જ આ વીડિયોની પાછળ સનસાઈન ગીત વાગી રહ્યું છે.


કરિશ્માના ફેન્સે વીડિયોના કર્યા વખાણ
ઉલ્લેખનીય છે કે, કરિશ્મા કપૂરે ( Karisma Kapoor ) શેર કરેલા આ વીડિયોમાં તે દરિયા કિનારે અલગ અલગ પોઝ આપી રહી છે અને વાતાવરણની મજા માણી રહી છે. કરિશ્મા કપૂરનો આ વીડિયો લોકોને ઘણો પસંદ પડી રહ્યો છે. બોલીવૂડના અનેક કલાકારો સહિત કરિશ્માના ફેન્સ પણ આ વીડિયોના વખાણ કરી રહ્યા છે. કરિશ્મા કપૂર છેલ્લે વર્ષ 2020માં વેબ સિરીઝ 'મેન્ટલહુડ'માં જોવા મળી હતી.

આ પણ વાંચોઃ દિગ્ગજ અભિનેત્રી પૂનમ ધિલ્લોને વેબસિરીઝ કે શૉમાં કરી શકે છે એન્ટ્રી, ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી આપી હિન્ટ

આ પણ વાંચોઃ અભિનેતા અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો જૂનો ફોટો, માતાએ આપેલો સંદેશ લોકોને જણાવ્યો

ABOUT THE AUTHOR

...view details