ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કરીનાએ તેના માલદીવના વેકેશન પરથી શેર કર્યો ફોટો, જેહને કરી રહી છે દુલાર - Maldives

કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ખાસ તસવીરને માલદીવ પરના વેકેશન સ્પોટ પરથી શેર કરી છે. કરીના સૈફ પોતાના પરિવાર સાથે માલદીવમાં રજાઓ માણી રહ્યાં હતાં, ત્યારની આ તસવીરમાં જેહ સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે.

કરીના કપૂર
કરીના કપૂર

By

Published : Aug 21, 2021, 7:38 AM IST

  • કરીના કપૂરે શેર કરી નાના પુત્ર જેહ સાથે તસવીર
  • સૈફનો જન્મદિનઉજવવા ફેમિલી સાથે માલદીવ ફરવા ગઈ હતી અભિનેત્રી
  • ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં જ નેટિઝનનો લાડકો બન્યો જેહ

અમદાવાદ: કરીના કપૂરનું વર્કપ્લેસ અને ફેમિલી સાથેનું બેલેન્સ ફરી એકવાર જણાઇ આવ્યું છે, તૈમૂર અને નાના પુત્ર જેહ સાથે તે પોતાની ફેમિલી લાઈફ એન્જોય કરી રહી છે. તાજેતરમાં અભિનેત્રીના પતિ સૈફ અલી ખાનનો જન્મદિવસ હતો, ત્યારે સૈફના બન્ને પુત્રો સાથે માલદીવ ફરવા માટે ઉપડી ગયાં હતાં. માલદીવ પરના પોતાના સુંદર લોકેશન પરથી કરીનાએ પોતાના નાનાપુત્રને હાથમાં ઉઠાવી સુવડાવતો ફોટો શેર કર્યો હતો.

આ પણ વાંચો-બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો લેટેસ્ટ ફોટો

શેર કરેલો ફોટો તેના ચાહકોને ખૂબ જ ગમી ગયો છે અને પ્રતિભાવ આપી રહ્યાં છે

તસવીરમાં કરીના મોનોકની પહેરીને બીચ સાઈડ પર બેઠી છે. સાથે બ્લેક ગોગલ્સ અને ખુલ્લા વાળની સ્ટાઈલ રાખી છે. સાથે સૈફ અને તૈમૂર પણ છે તેવો એક ફોટો પણ કરીનાએ માલદીવ પરના વેકેશન દરમિયાન શેર કર્યો છે. તેમની આ સુંદર ફેમિલી તસવીર ફેન્સના દિલને સ્પર્શી રહી છે.

કરીના કપૂર

આ પણ વાંચો- આલિયા-રણવીર ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં ફરી ધૂમ મચાવશે, રણવીરે શેર કર્યો વીડિયો

આગામી સમયમાં કરીનાની ભૂત પુલિસ ફિલ્મ આવી રહી છે

કરીનાની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો આગામી સમયમાં તેની ભૂત પુલિસ ફિલ્મ આવી રહી છે, જેમાં તે અર્જુન કપૂર સાથે દેખાશે. તો આમીર સાથે લાલસિંહ ચડ્ડાનું શૂટિંગ પણ તેણે પૂરું કરી લીધું છે. સાથે જ કરીના પોતાના અલગ એવા એક પ્રોજેક્ટમાં પણ તૈયારી કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details