મુંબઇઃ બૉલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક બાળપણનો ફોટો શેર કર્યો હતો.
જે બાદ તેની બહેન અને અભિનેત્રી કરીના કપૂરે પણ એક ફોટો શેર કર્યો હતો.
આ ફોટોમાં કરીના અને કરિશ્મા પોતાના દિવંગત દાદા અને બૉલિવૂના શો મૈન રાજ કપૂર જોવા મળે છે. જેમાં રાજ કપૂરની પત્ની દિવંગત કૃષ્ણા રાજ કપૂરની સાથે રણબીર અને ઋદ્ધિમા પણ જોવા મળી રહ્યા છે.
કરીનાએ આ ફોટા રી-પોસ્ટ કરતા કૈપ્શનમાં લખ્યું કે, 'અમે કપૂર પરિવારના અમુક વાસ્તવિક પોઝર્સને શોધી લીધા છે.'