ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કરીના યુનિસેફની નવી પહેલ 'ચાઇલ્ડહુડ ચેલેન્જ'માં જોડાઇ,બહેન સાથે બાળપણની ફોટો કરી શરે - કરીનાએ બહેન સાથે બાળપણની ફોટો કરી શરે

કરીના કપૂર ખાને, યુનિસેફની નવી પહેલ 'ચાઇલ્ડહુડ ચેલેન્જ'માં ભાગ લેતા તેણે તેની બહેન સાથેની બાળપણની તસવીર પોસ્ટ કરી હતી. આ સાથે જ તેણે લોકોને તેમના બાળપણની તસવીર પોસ્ટ કરવા અને ગરીબ બાળકોને મદદ કરવા માટે અપીલ કરી હતી.

કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન

By

Published : Jun 26, 2020, 5:44 PM IST

મુંબઇ: અભિનેત્રી કરીના કપૂર ખાને શુક્રવારે પોતાની બહેન કરિશ્મા કપૂર સાથેની એક તસવીર શેર કરી હતી. આ સાથે તેણે ગરીબ બાળકોની મદદ કરવા માટે અપીલ કરી હતી અને યુનિસેફની પહેલને સમર્થન આપ્યું હતું.

'જબ વી મેટ' અભિનેત્રીએ આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જે હેશટેગ 'ચાઇલ્ડહુડ ચેલેન્જ' નો ભાગ હતો. જેમાં, તેણે તેની બાળપણની ફોટો શેર કરતી વખતે, તેણે અન્ય લોકોને પણ તેમની યાદો શેર કરવા અપીલ કરી હતી.

અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, "મારા બાળપણની અમુક યાદો, જેણે મને તે વ્યક્તિ બનાવ્યું જે હું આજે છું. પરંતુ આજે સમગ્ર વિશ્વમાં આવા ઘણા બાળકો છે જે સુરક્ષિત, સ્વસ્થ્ય અને સુખી બાળપણ પ્રાપ્ત કરી શકતા નથી. "

યુનિસેફની મદદનો ઉલ્લેખ કરતાં અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, યુનિસેફ જરૂરીયાતમંદ બાળકોના જીવન બચાવ માટે સહાય પૂરી પાડે છે. મેં તેમનું કાર્ય જોયું છે અને મેં મૂલ્યવાન જીવન બચાવવા તેમની પહેલના સમર્થનમાં દાન પણ કર્યું છે.

અભિનેત્રીએ પોસ્ટમાં મદદ માટે લોકોને અપીલ પણ કરી છે, "મારી સાથે જોડાઓ અને # ચાઇલ્ડહુડ ચેલેન્જ દ્વારા બાળપણની સૌથી સારી યાદોને શેર કરો.."

કરીનાના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે સુપરસ્ટાર આમિર ખાન સાથે 'લાલ સિંહ ચડ્ડા'માં જોવા મળશે. આ ફિલ્મ હોલીવુડની હિટ ટોમ હેન્ક્સ સ્ટારર ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રિમેક છે.

ABOUT THE AUTHOR

...view details