મુંબઈ: કોરોના વાઈરસ સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે, આ રોગચાળાના ફેલાવાને રોકવા માટે સરકારે દેશમાં લોકડાઉનના આદેશ આપ્યાં છે. આ સમયે બૉલીવુડના તમામ શૂટિંગ પણ બંધ છે અને બોલિવૂડ સ્ટાર્સ પણ તેમના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે અને સરકારને સમર્થન આપી રહ્યા છે. જેમાંથી કેટલાક સ્ટાર્સ તેમના જીવનના અપડેટ્સ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. કરીના કપૂરે હાલમાં જ ઘરમાં બનાવેલા જીમમાં વર્કઆઉટ પછીની એક સેલ્ફી શેર કરી હતી, જેમાં તે પોસ્ટ વક્ર આઉટ ગ્લો અને પાઉટ કરતી જોવા મળી રહી છે.
કોવિડ-19 લોકડાઉન: આ રીતે B-ટાઉન સેલેબ્સ તેમની ફિટનેસની રાખે છે સંભાળ - B-ટાઉન સેલેબ્સનો ફિટનેસ ફંડા
લોકડાઉનને કારણે કોઈ બહાર જઇ શકતું નથી, એવામાં બોલિવૂડ સ્ટાર્સ તેમની ફિટનેસની સંપૂર્ણ સંભાળ રાખી રહ્યા છે અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા તેમના ચાહકોને માહિતી આપી રહ્યા છે.
![કોવિડ-19 લોકડાઉન: આ રીતે B-ટાઉન સેલેબ્સ તેમની ફિટનેસની રાખે છે સંભાળ kareena](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6599663-552-6599663-1585579340138.jpg)
kareena
બાગી 3 અભિનેતા ટાયગર શ્રોફે ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ડ્રોઇંગ રૂમમાં ફૂટબૉલ રમતો અને સાંજે ટેરેસ પર કસરત કરતો જોવા મળી રહ્યો છે.
'મલંગ અભિનેત્રી દિશા પટની એત સમર ડ્રેસમાં છે અને જે દિશા તેને ફ્લૉન્ટ કરતી જોવા મળે છે.