- કરિના કપૂર ખાને શેર કર્યો એક વિડિયો
- કરિશ્મા કપૂર ખાન સાથે વિકએન્ડ સ્પેન્ડ કર્યો
- ચાહકોએ કરી મજેદાર કમેન્ટ
મુંબઈ : અભિનેત્રી કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂરની લેટેસ્ટ ઈન્સટાગ્રામ પોસ્ટ પરથી જાણવા મળે છે કે બંન્ને બહેનો કેટલી ખાવાની શોખિન છે. રવિવારે ફ્રેન્ડશિપ ડે અને સિસ્ટર ડેના દિવસે જાણીતી કપૂર સસ્ટિરે એક બીજા સાથે ક્વોલીટી ટાઈમ પસાર કર્યા હતો અને લિજ્જતદાર ખાવાની મજા માણી હતી. કરિના કપૂર ખાને ઈન્સટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં બન્ને બહેનો લિજ્જતદાર વાનગીઓની મજા માણી રહી છે અને એક સોફા પર સુતી જોવા મળી રહી છે.
ફેન્સએ કમેન્ટ કરી
કરીનાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટની નીચે કેપ્શનમાં લખ્યું હતું કે, જ્યારે હુ કહું છુ ત્યારે મારા કહેવાનો મતલબ છે કે , લોબો અને મે પ્રોડક્ટીવ વીક એન્ડ એક સાથે પસાર કર્યો, #Reels #ReelItFeelIt #NationalSistersDay #MyLoloIsTheBestest. કપૂર સિસ્ટરના વીકએન્ડ સેલીબ્રેશનને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ લાઈક્સ મળી રહી છે. સોશ્યલ મિડીયામાં લોકો કમેન્ટ કરી રહ્યા છે..નેટીઝને કમેન્ટ કરી હતી કે "Aww... cuties.. The best way one can celebrate Sisters Day," બીજા એક ચાહકે કમેન્ટ કરી હતી કે, Lolo and Bebo are the best,"