ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કરીનાએ 'વીરે દિ વેડિંગ'ની યાદો શેર કરી, પ્રેગ્રેન્સી બાદ તરત જ શુટીંગ... - veere di wedding

કરીના કપૂર ખાનને પોતાની 2018ની ફિલ્મ વીરે દિ વેડિંગ યાદ આવી છે. જે કરીનાએ પુત્ર તૈમૂરના જન્મ પછી તરત જ શૂટ કરી હતી. એક રીતે એ ફરી કમબેક પણ હતી.

kareena-kapoor-recalls-shooting-for-veere-di-wedding-post-pregnancy
કરીનાએ 'વીરે દિ વેડિંગ'ની યાદો કરી શેર, પ્રેગ્રેન્સી પછી તરત શુટીંગ કર્યું હતું

By

Published : Apr 10, 2020, 9:24 AM IST

મુંબઇ: કરીના કપૂર ખાન માટે ફિલ્મ 'વીરે દિ વેડિંગ' હંમેશા ખાસ રહેશે કારણ કે, તેણે આ ફિલ્મ પુત્ર તૈમૂરના જન્મ પછી કરી હતી. ગુરુવારે કરીના જૂની યાદોમાં ખોવાઈ ગઈ અને ત્યારબાદ તેણે આ ફિલ્મના શૂટિંગની યાદો શેર કરી અને તેની જૂની યાદોને તાજી કરી હતી.

કરીનાએ 'વીરે દિ વેડિંગ'ની યાદો કરી શેર, પ્રેગ્રેન્સી પછી તરત શુટીંગ કર્યું હતું

કરીનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, શ્રેષ્ઠ છોકરીઓ સાથેની મારી પસંદગીની એક મુવીઝમાંની એક, તૈમૂરના જન્મ પછી તરત જ શૂટ કર્યુ હતું. શશાંક ઘોષ દ્વારા નિદેર્શિત આ ફિલ્મ 2018માં રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ ચાર મિત્રોના જીવન વિશે છે, જેઓ આધુનિક દુનિયામાં પરિવાર, લગ્ન અને સામાજિક દ્રષ્ટિકોણ વિશેના નિર્ણયો અને મુશ્કેલીઓનો સામનો કરવા પર છે.

આ ફિલ્મમાં સોનમ કપૂર આહુજા, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયાએ પણ રોલ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details