ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કરીના કપૂર તેના પિતરાઇ ભાઇની સગાઇમાં જવા બેંગલુરુ એરપોર્ટ પર તૈયાર થઇ - કરીના કપુર બેંગલુરના એક ફેશન સ્ટોરનું ઓપનીગ કરવા પહોંચી

બેંગલુરુ: બોલીવુડ અભિનેત્રી કરીના કપુર શનિવારના રોજ બેંગલુરના એક ફેશન સ્ટોરનું ઓપનીગ કરવા પહોંચી હતી. તેમની વ્યસ્તતાના કારણે તેણે પિતરાઇ ભાઇની સગાઇમાં જવા માટે બેંગલુરુ એરપોર્ટ પર જ તૈયાર થવું પડયું હતું.

Kareena Kapoor
કરીના કપૂર

By

Published : Dec 15, 2019, 10:48 PM IST

અભિનેત્રી કરીના કપૂર ખાનને તેમની વ્યસ્તતાને કારણે પિતરાઇ ભાઇ અરમાન જૈનની સગાઇમાં ભાગ લેવા બેંગલુરુ એરપોર્ટ પર તૈયાર થવું પડ્યું હતું. તેનો એરપોર્ટ પર મેક-અપ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. કરીના કપુર તેના રેડ એથનીક સૂટમાં ખૂબ જ સુંદર લાગતી હતી. તેના પિતરાઇ ભાઇ અરમાન જૈનની સગાઇ શનિવારના રોજ મુંબઇમાં યોજાઇ હતી.

આ સમારોહમાં ઘણાં બઘા બોલીવુડ સેલીબ્રીટી આવેલા હતા. જેમાં ઋષિ કપૂર, નીતુ કપૂર, રણધીર કપૂર, કરિશ્મા કપૂર, કિયારા અડવાણી અને તારા સુતરીયા મુખ્ય મહેમાન હતા. કરીના કપુર સાથે તેનો પતિ સૈફ અલી ખાન પણ આવેલો હતો. તેણે સફેદ કુર્તા અને પાયજામો પહેર્યો હતો.

કરીના કપુરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેની આગામી કોમેડી ડ્રામા ફિલ્મ ' ગુડ ન્યુઝ' પૂરી કોમેડી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કિયારા અડવાણી અને ગાયક-અભિનેતા દિલજીત દોસાંઝ મુખ્ય ભૂમિકામાં છે. રાજ મહેતા દિગ્દર્શિત અને ધર્મ પ્રોડક્શન્સ દ્વારા પ્રોડયુસ થયેલી ફિલ્મ 27 ડિસેમ્બરના રોજ નાતાલના દિવસે રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details