મુંબઈ: કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું છે અને તે રોજ સ્ટોરી પોસ્ટ કરતી રહે છે. હવે તેણે પહેલીવાર તેની ફિલ્મની કોઈ સ્ટોરી પોસ્ટ કરી છે. તેણે આગામી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ના તેના રોલનો એક વીડિયો શેર કર્યો છે. તેને વીડિયો પોસ્ટ કરી લખ્યું કે, ‘ઓહ હાઉ આઈ લવ સ્લો મો શોટ્સ. કેપ્ચર્ડ બાય ધ મેડ હોમી અડાજણીયા.’ અંગ્રેજી મીડિયમ ફિલ્મમાં કરીના પહેલીવાર પોલીસ ઓફિસરના રોલમાં દેખાવાની છે અને આ ફિલ્મના ડિરેક્ટર હોમી અડજાણીયા છે.
કરીના કપૂરે ‘અંગ્રેજી મીડિયમ’ ફિલ્મનો પોલીસ અવતારનો વીડિયો શેર કર્યો - કરીના કપૂર
કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું છે અને તે રોજ સ્ટોરી પોસ્ટ કરતી રહે છે. હવે તેણે પહેલીવાર તેની ફિલ્મની કોઈ સ્ટોરી પોસ્ટ કરી છે. તેણે આગામી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ના તેના રોલનો એક વીડિયો શેર કર્યો છે. તેને વીડિયો પોસ્ટ કરી લખ્યું કે, ‘ઓહ હાઉ આઈ લવ સ્લો મો શોટ્સ. કેપ્ચર્ડ બાય ધ મેડ હોમી અડાજણીયા.’ અંગ્રેજી મીડિયમ ફિલ્મમાં કરીના પહેલીવાર પોલીસ ઓફિસરના રોલમાં દેખાવાની છે અને આ ફિલ્મના ડિરેક્ટર હોમી અડજાણીયા છે.
કરીના કપૂરે ‘અંગ્રેજી મીડિયમ’ ફિલ્મનો પોલીસ અવતારનો વીડિયો શેર કર્યો
ફિલ્મમાં ઈરફાન ખાન લીડ રોલમાં છે અને રાધિકા મદાન તેની દીકરીના રોલમાં છે. કરીના કપૂર પોલીસ ઓફિસર નૈના કોહલીના રોલમાં છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં દિપક ડોબરિયાલ, ડિમ્પલ કપાડિયા, કિકુ શારદા, રણવીર શોરે અને પંકજ ત્રિપાઠી પણ છે. ‘હિન્દી મીડિયમ’ ફિલ્મની સફળતા બાદ મેકર્સે ‘અંગ્રેજી મીડિયમ’ બનાવી છે. ફિલ્મના પ્રોડ્યૂસર દિનેશ વિજન છે. આ ફિલ્મ 13 માર્ચના રિલીઝ થશે.