ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતસિંહ રાજપૂતની મજાક ઉડાવવા પર ઇન્ટરનેટ યુઝર્સે કરીના કપૂર ખાનને ટ્રોલ કરી - બોલીવુડમાં થઈ રહેલા નેપોટીઝમ, પાવર પોલિટિક્સ

સુશાંતસિંહ રાજપૂતની મજાક ઉડાવવા પર ઇન્ટરનેટ યુઝર્સે કરીના કપૂર ખાનને ટ્રોલ કરી હતી. અભિનેત્રીની એક જૂની ઇન્ટરવ્યૂ ક્લિપ વાઇરલ થઈ રહી છે, જેમાં તે સારાને તેના પહેલા હીરો સાથે ડેટ પર ન જવાની સલાહ આપે છે, જે સુશાંત સિંહ રાજપૂત હતો.

સુશાંત સિંહ રાજપૂતની મજાક ઉડાવવા પર ઇન્ટરનેટ યુઝર્સે કરીના કપૂર ખાનને ટ્રોલ કરી
સુશાંત સિંહ રાજપૂતની મજાક ઉડાવવા પર ઇન્ટરનેટ યુઝર્સે કરીના કપૂર ખાનને ટ્રોલ કરી

By

Published : Jun 19, 2020, 4:19 PM IST

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતના આકસ્મિક નિધનના સમાચારથી બોલીવુડથી લઇ તેમના પરિવાર થતા ફેંસને આઘાત પહોંચ્યો છે.

તેમના અવસાનથી દેશભરમાં બોલીવુડમાં થઈ રહેલા નેપોટીઝમ, પાવર પોલિટિક્સ અને ભેદભાવના મુદ્દા પર લોકો ભડકી રહ્યા છે. તેની અસર ઇન્ટરનેટ પર સ્પષ્ટ જોવા મળી રહી છે.

“જસ્ટિસફોરસુશાંતસિંહરાજપૂત”નું હેશટેગ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યું છે અને સોશિયલ મીડિયા યુઝર્સ એક્ટર માટે ન્યાયની માગ કરી રહ્યા છે. આ દરમિયાન, કરીના કપૂર ખાનનો એક જૂનો વીડિયો જેમાં તે સુશાંતની મજાક ઉડાવી રહી છે. તે વીડિયો સામે આવતા થોડા જ સમયમાં વાઇરલ થઈ ગયો હતો.

અભિનેત્રીની આ કમેન્ટની ટીકા કરતા યુઝર્સનું કહેવું છે કે, અભિનેત્રીએ આડકતરી રીતે સુશાંતનો મજાક બનાવે છે.

વીડિયોમાં, જ્યારે કરીનાને પૂછવામાં આવ્યું કે તે સારા અલી ખાનને ડેટિંગ વિશે શું સલાહ આપવા માગે છે, ત્યારે અભિનેત્રીએ જવાબ આપ્યો, " તારા પહેલા હીરોને ક્યારેય ડેટ ન કરતી" અને પછી તે હસીને અભિનેતાનો મજાક ઉડાવે છે.

તે દરેક લોકો જાણે છે કે, સારાએ 'કેદારનાથ'માં સુશાંત સિંહ રાજપૂત સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. એક યુઝરે ટ્વિટર પર વીડિયો શેર કર્યો અને લખ્યું કે, "# કરીનાકપૂરખાન હંમેશા તેના અભિનયને પસંદ કર્યો છે. પરંતુ મને તેમનું આ વ્યક્તિત્વ જોઈને ઘણી વાર દુ:ખ થયું છે."

સુશાંતની હિટ ફિલ્મોમાં 'કાઈપો છે!', 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી', 'કેદારનાથ', 'સોનચિડિયા' અને 'છીછોરે' સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details