- કરીના, કરણ જોહર, પ્રતિક ગાંધી, મલાઈકા, અર્જુન દેખાશે આ શોમાં
- ડિસ્કવરી પ્લસ ચેનલ પર 15 એપ્રિલથી થશે પ્રસારિત
- અનેક બોલિવૂડ હસ્તીઓ 'સ્ટાર વર્સસ ફૂડ' શોમાં દેખાડશે તેમની રસોઈકળા
મુંબઈ: કરીના કપૂર ખાન, કરણ જોહર, પ્રતીક ગાંધી, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા જેવી બોલિવૂડ હસ્તીઓ 'સ્ટાર વર્સસ ફૂડ' નામના શોમાં પોતાની રસોઈ કુશળતા પ્રદર્શિત કરતી જોવા મળશે. કરીનાએ કહ્યું કે, 'કપૂર્સ માટે ફૂડ હંમેશા જૂનૂન રહ્યું છે. એક તત્વ છે જે આપણે બધાને સાથે લાવે છે અને મોટાભાગના પરિવારોની જેમ કોઈ પણ ખાસ પ્રસંગ માટે કેન્દ્ર બિંદુ બની જાય છે. સારો ખોરાક હંમેશા ખુશી આપે છે અને મને ઇટાલિયન ખોરાક ખુબ જ પસંદ છે. એના માટે હું મારી ગર્ભાવસ્થા દરમિયાન સૌથી વધુ તડપી હતી.
કરીનાની પિઝ્ઝા બનાવવાની કળાને પરફેક્ટ કરવાની તક મળી
અભિનેત્રીએ શેર કર્યું કે, આ શોએ તેમને ખરેખર પિઝ્ઝા બનાવવાની કળાને પરફેક્ટ કરવાની તક આપી હતી.
આ પણ વાંચો: અજય દેવગન-કાજોલની પુત્રી ન્યાસાએ હિટ બોલિવૂડ ગીતો પર ડાન્સ કર્યો, વીડિયો વાયરલ