ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કરણ જોહરે શેર કર્યો "તખ્ત"નો લુક, આ તારીખે થશે રિલીઝ - નિર્માતા કરન જોહર

રણવીર સિંહ અને વિકી કૌશલ સ્ટારર આગામી ફિલ્મ "તખ્ત"ના નિર્માતા કરણ જોહરે સોશિયલ મીડિયા પર ફિલ્મનો પ્રથમ લુક શેર કર્યો છે. જેની સાથે જ ફિલ્મની રિલીઝ તારીખની પણ જાહેરાત કરી છે.

કરન જોહરે શેર કર્યો " તખ્ત"નો લુક,આ તારીખે થશે રિલીઝ
કરન જોહરે શેર કર્યો " તખ્ત"નો લુક,આ તારીખે થશે રિલીઝ

By

Published : Feb 2, 2020, 12:37 PM IST


મુંબઇ: કરણ જોહર હાલમાં તેના ડ્રીમ પ્રોજેક્ટ પિરિઅડ ડ્રામા ફિલ્મ ‘તખ્ત’માં વ્યસ્ત છે. કરણે આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરીને ફિલ્મ રિલીઝની જાહેરાત કરી હતી. કરણની આ ફિલ્મ આવતા વર્ષે 24 ડિસેમ્બરે રિલીઝ થશે.

47 વર્ષીય ફિલ્મ નિર્માતાએ ઇન્સ્ટ્રાગ્રામ પર પીરિયડ ડ્રામાં ફિલ્મનો પ્રથમ લુકનો વીડિયો શેર કર્યો હતો, તો આ સાથે તેણે લખ્યું હતું કે, "પેશ હૈ...તખ્ત હૂરૂ યશ જોહર, કરણ જોહર અને અપૂર્વા મેહતા દ્વારા નિર્મિતા સુમિત રોય દ્વારા સ્ક્રીનપ્લે...સ્ટાર્સ રણવીર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, જાન્હવી કપૂર અને અનિલ કપૂર...ક્રિસમસ 21/12/2021 માં રિલીઝ થશે.

બોલિવૂડના અભિનેતા રણવીર સિંહ અને કરણ જોહરના નિર્દેશનમાં બની રહેલી બહુચર્ચિત ફિલ્મ તખ્તનું પહેલું ટીઝર શેર કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં સુનહરા રાજસી તખ્ત દેખાડવામાં આવ્યાં છે અને બેકગ્રાઉન્ડમાં વિક્કી કૌશલની સાથે રણવીર સિંહનો વોયસ છે. વિક્કી કૌશલ કહે છે, 'મુગલ શહજાદો માટે તખ્તનો રસ્તો આપણી શબપેટીથી થઈને જાય છે.'

ત્યારબાદ રણવીર સિંહનો વોયસ આવે છે અને તે કહે છે, 'જો આ રસ્તો પ્રેમથી થઈને જાત...તો લગભગ હિન્દુસ્તાનનો ઈતિહાસ કંઇક હોત.' ફિલ્મના ટીઝરનો વીડિયો ખુબ નાનો છે, પરંતુ કહી શકાય કે ખુબ દમદાર છે. વીડિયોને શેર કરતા રણવીર સિંહે કેપ્શનમાં લખ્યું, 'રજૂ કરીએ છીએ તખ્ત જેનું ડાયરેક્શન કરી રહ્યાં છે કરણ જોહર અને પ્રોડ્યુસર છે યશ જોહર, કરણ જોહર અને અપૂર્વ મેહતા.'


કરણ જોહરના નિર્દશનમાં બનેલી આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે માર્ચમાં શરૂ થશે. ફિલ્મ 24 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થશે. કરણ જોહરના દિગ્દર્શનમાં બની રહેલી તખ્ત તેની જાહેરાત બાદથી જ ખુબ ચર્ચામાં છે. મોટા બજેટવાળી આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં રણવીર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર, જાહ્નવી કપૂર અને અનિલ કપૂર જેવા સ્ટારકાસ્ટ જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details