મુંબઈ: કોરોના વાઈરસ કોરોના કરણ જોહરના ઘર સુધી પહોંચી ગયો છે. કરણ જોહરના ઘરે કામ કરતા બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કરણે આ વિશે ટ્વિટર પર માહિતી આપી હતી.
કરણ જોહરે જણાવ્યું કે, તેના ઘરમાં કામ કરતા બે લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કરણે ટ્વીટ કર્યું કે, મારા બંને ઘરઘાટીને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમને બિલ્ડિંગમાં અલગ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. આ અંગે BMCને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
કરણ જોહરે આગળ લખ્યું કે, 'અમારું આખું કુટુંબ અને સ્ટાફ સંપૂર્ણ સલામત છે, અને કોઈનામાં પણ કોરોનાના લક્ષણો જોવા મળતા નથી. અમે સવારે રિપોર્ટ પણ કરાવ્યા હતા. આ નેગેટિવ આવ્યા છે, પરંતુ અમે આગામી 14 દિવસો સુધી સેલ્ફ આઈસોલેટેડ કરી દીધા છે. .