તો ધર્મા પ્રોડક્શનથી ડેબ્યૂ કરવા જઇ રહેલી તારા તથા અનન્યાને એક મોટો પ્લેટફોર્મ મળ્યો છે. વર્ષ 2012માં આવેલી પહેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટે ડેબ્યુ કર્યું હતું, જ્યારે 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'થી પણ બે એક્ટ્રેસ ડેબ્યુ કરી રહી છે.
કરણ જોહરની ફિલ્મ "સ્ટુડન્ટ ઓફ ધ યર 2"નું ટ્રેલર રિલીઝ - GujaratiNews
મુબંઇ: ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે અને તારા સુતરિયા તથા ટાઇગર શ્રોફની ફિલ્મ "સ્ટુડન્ટ ઓફ ધ યર 2"નું ટ્રેલર રિલીસ થઇ ગયું છે. તો આ ફિલ્મમાં અનન્યા પાંડે તથા તારા સુતરિયાનું પાત્ર ખૂબ ધમાકેદાર છે. તો આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ એક્શન સીન આપતા જોવા મળશે.ફિલ્મમાં તારા સુતરિયા 'મિયા'નું પાત્ર ભજવે છે, તો ટાઇગર શ્રોફનો 'રોહન' અને અનન્યા પાંડે 'શ્રેયા'ના પાત્રમાં છે.
ફાઇલ ફોટો
આપને જણાવી દઇએ કે 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફિલ્મ 10 મેના રોજ રિલીસ્ થશે.