ગુજરાત

gujarat

ETV Bharat / sitara

EMMYS 2019: 'લસ્ટ સ્ટોરીઝ' ને મળી હાર, કરણ જોહરની જીઓટી પ્રોડ્યુસર્સ સાથે મુલાકાત

ન્યૂયોર્ક: ઈન્ટરનેશનલ એમી 2019માં પહોંચેલી બે ફિલ્મ ઈન્ડિયન પ્રોજેક્ટસ 'લસ્ટ સ્ટોરીઝ' અને 'ધ રિમિક્સ' ને હારનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ ફિલ્મ મેકર કરણ જોહરે 'જીઓટી' પ્રોડ્યુસર્સ સાથે પોતાના આ મોમેન્ટને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

lust stories, karan johar
Etv bharat

By

Published : Nov 26, 2019, 2:07 PM IST

ઓસ્ટ્રેલિયાની થ્રિલર સીરિઝ 'સેફ હાર્બર' એ 47માં ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં ઈન્ડિયાની 'લસ્ટ સ્ટોરીઝ' ને હરાવીને મૂવી-મિનીસીરિઝ કેટેગરીમાં જીત હાંસલ કરી છે.

મૈચબોક્સ પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ થ્રિલર સીરિઝ ફ્રેન્ડ્સના ગૃપની ડિસટર્બિંગની કહાની છે જે બ્રિસબેનથી ઈન્ડોનેશિયાના ટ્રીપ પર જાય છે. સીરિઝે બ્રાઝીલ અને હંગેરીના નોમિનેશનને પણ પછાડ આપી છે.

રણ જોહરની જીઓટી પ્રોડ્યુસર્સ સાથે મુલાકાત

લસ્ટ સ્ટોરીઝની ટીમે રેડ કાર્પેટ પર પણ હાજરી આપી હતી. જેમાં સીરિઝની બધા જ ડાયરેકટર્સ ઝોયા અખ્તર, કરણ જોહર, અનુરાગ કશ્યપ અને દિબાકર બેનર્જી પણ હાજર હતા.

ફિલ્મની લીડ કાસ્ટમાં રાધિકા આપ્ટે પણ છે જેને બેસ્ટ એકટ્રેસનું નોમિનેશન પણ મેળવ્યુ હતુ.

ફિલ્મના ડાયરેકટર અને ફિલ્મમેકર કરણ જોહરે એમી 2019 દરમિયાન દુનિયાની મોસ્ટ પોપ્યુલર સીરિઝ 'ગેમ ઓફ થ્રોન્સ' (જીઓટી) ના પ્રોડ્યુસર્સ બેનોફ અને ડીવી વેલ સાથે ખાસ મુલાકાત કરી.

કરણ જોહરે ફોટો શેર કરતા ટ્વિટ કર્યું કે, '#જીઓટી ગેમ ઓફ થ્રોન્સના અદ્ભુત પ્રોડ્યુસર્સને મળવાનું સમ્માનનીય..@iemmys માં ડેવિસ બેનોફ અને ડીબી વેસ'

ABOUT THE AUTHOR

...view details