મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ફિલ્મ નિર્માતા કરણ જોહરને નેપોટિઝમના મુદ્દે ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. ઘણા દિવસોથી એવા અહેવાલો આવી રહ્યાં છે કે, કરણ જોહર વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને ધ્યાનમાં રાખીને તેમનું નામ ફિલ્મ 'સૂર્યવંશી'માંથી દૂર કરવામાં આવ્યું છે. કરણ જોહર સૂર્યવંશીના નિર્માતા છે. જો કે, હવે ફિલ્મ નિર્માતાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે, આ બધા સમાચાર ખોટા છે.
બુધવારે કરણ જોહર વિશે એવા અહેવાલો આવ્યા હતા કે, હવે તેઓ નિર્માતા તરીકે 'સૂર્યવંશી' ફિલ્મનો ભાગ નથી રહ્યા. અક્ષય કુમાર અભિનીત ફિલ્મમાંથી કરણનું નામ હટાવવામાં આવ્યું છે અને રોહિત શેટ્ટી દિગ્દર્શક છે. એવા પણ સમાચાર આવ્યા હતા કે કરણ જોહરનું રોકાણ પણ પરત કરવામાં આવ્યું છે. જો કે, હવે સાચી હકીકત સામે આવી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને સાચી માહિતી જણાવી હતી. કરણ જોહર વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તેઓ સૂર્યવંશી ફિલ્મના નિર્માતા હવે નથી રહ્યાં, આ સમાચાર ખોટા છે. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે સ્પષ્ટ કહ્યું છે કે આવી કોઈ વાત નથી.
સૂર્યવંશીનું નિર્માણ ધર્મા પ્રોડક્શન અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે, પરંતુ કોરોના વાયરસને કારણે તે ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. પહેલા ફિલ્મને OTT પર રિલીઝની કરવાની ચર્ચા થઈ હતી. જો કે, બાદમાં રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે કહ્યું હતું કે, તેઓ થિયેટર ખુલવાની રાહ જોશે.
'સૂર્યવંશી'માં કેટરિના કૈફ અક્ષય કુમારની સાથે જોવા મળશે. ફિલ્મના ટ્રેલરે ખૂબ ધૂમ મચાવી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર પોલીસના રોલમાં જોવા મળશે. અજય દેવગન અને રણવીર સિંહ 'સૂર્યવંશી'માં કેમિયો રોલમાં જોવા મળશે.