ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નેપોટિઝમ વિવાદને લઈને કરણ અને આલિયાની લોકપ્રિયતા ઘટી, ઈન્સ્ટાગ્રામ પર થઈ રહ્યા છે અનફોલો

સુશાંતના નિધનના સમાચાર નેપોટિઝમના મુદ્દા સાથે સંકળાતા જ દેશભરના યુવાનોમાં બોલિવૂડના સ્ટાર સંતાનો પ્રત્યે એક ધિક્કારની ભાવના જોવા મળી રહી છે. સોશીયલ મીડિયા પર સ્ટાર સંતાનો અને તેમને સતત તક આપી રહેલા નિર્દેશકો વિરુદ્ધના બોયકોટ આંદોલન વચ્ચે તમામ હસ્તીઓ કે જેમણે સુશાંતની મજાક ઉડાવી હોય અથવા અસભ્ય વાતો કરી હોય તેમને ચાહકો દ્વારા અનફોલો કરવામાં આવી રહ્યા છે.

નેપોટિઝમ વિવાદને લઈને કરણ અને આલિયા થઈ રહ્યા છે ઈન્સ્ટાગ્રામ પર અનફોલો
નેપોટિઝમ વિવાદને લઈને કરણ અને આલિયા થઈ રહ્યા છે ઈન્સ્ટાગ્રામ પર અનફોલો

By

Published : Jun 19, 2020, 9:14 PM IST

મુંબઈ: સુશાંતના નિધન બાદ નેપોટિઝમના મુદ્દાએ જોર પકડતાં મોટાભાગના સોશીયલ મીડિયા યુઝર્સ આલિયા ભટ્ટ, સોનમ કપૂર, કરીના કપૂર ખાન જેવા સેલિબ્રિટીના જૂના વીડિયો પોસ્ટ કરી તેમને બોયકોટ કરવાની ઝુંબેશ શરૂ કરી છે.

ઉપરાંત નિર્માતા કરણ જોહર કે જે તેની મોટાભાગની ફિલ્મોમાં સ્ટાર સંતાનોને ચમકાવતો હોય છે તેને અને તેની ફિલ્મોને લઈને સોશીયલ મીડિયા પર યુવાનો ફિલ્મી બેકગ્રાઉન્ડ ન ધરાવતા કલાકારોને કામ ન આપી તેમની સાથે અન્યાય કરતા હોવાનો આરોપ મૂકી તેને અનફોલો કરી આક્રોશ ઠાલવી રહ્યા છે.

નેપોટિઝમ વિવાદને લઈને કરણ અને આલિયા થઈ રહ્યા છે ઈન્સ્ટાગ્રામ પર અનફોલો

કરણ જોહરના ઈન્સ્ટાગ્રામ પર 11 મિલિયન ફોલોઅર્સ જે ઘટીને 10.8 મિલિયન થઈ ગયા છે જ્યારે આલિયા ભટ્ટના 1 લાખ ફોલોઅર્સ ઘટી ગયા છે.

બીજી તરફ સુશાંતની આત્મહત્યાને લઈને વીડિયો શેર કરી નેપોટિઝમના મુદ્દાને હવા આપનારી કંગના રનૌતના ફોલોઅર્સની સંખ્યામાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 2 મિલિયન ફોલોઅર્સ હતા જે વધીને 3.5 મિલિયન થઈ ગયા છે.

ABOUT THE AUTHOR

...view details