- અભિનેતા અક્ષય કુમારની બેલબોટમ ફિલ્મના ટ્રેલરના લોકો કરી રહ્યા છે વખાણ
- કોમેડિયન કપિલ શર્માએ પણ ટ્વિટર પર અક્ષય કુમારને આપ્યા અભિનંદન
- અભિનેતા અક્ષય કુમારે કપિલ શર્માને ટ્વીટર પર માર્યો ટોન્ટ
ન્યૂઝ ડેસ્ક: અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ બેલબોટમનું ટ્રેલર રિલીઝ થતા જ ચારેય તરફથી અક્ષય કુમાર ઉપર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે બુધવારે બપોરે કોમેડિયન કપિલ શર્માએ પણ અક્ષય કુમારના ટ્રેલરના વખાણ કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. તો ખેલાડી અક્ષય કુમારે પણ પછી કપિલ શર્માને ટોન્ટ મારી તેની ક્લાસ લીધી હતી. અક્ષય કુમારે ટ્વિટર પર કપિલ શર્માને રિપ્લાય કરતા જણાવ્યું હતું કે, જેવી ખબર પડી કે હું તારા શો પર આવી રહ્યો છું એટલે અભિનંદન આપ્યા. તેની પહેલા નહીં. ઉભો રે તને તો મળીને જ ઠીક કરીશ. તો કપિલ શર્માએ પણ ઈમોજી બનાવી અક્ષય કુમારના લવ યુ પાજી લખ્યું હતું.
આ પણ વાંચો: અક્ષય કુમાર કશ્મીરમાં BSF જવાનો સાથે ઝૂમ્યા ભાંગડાને તાલે, જૂઓ જવાનો સાથે કઈ રીતે પસાર કર્યો દિવસ...