બેંગલુરૂઃ કન્નડ ફિલ્મ ‘ઉર્વી’માં પોતાના અભિનયથી જાણીતા અભિનેતા પ્રભુ મુકંદર પોતાના બોલિવૂડ ડેબ્યૂની રાહ જોઈ છે અને એ ઈચ્છે છે કે એમને આ તક સંજયલીલા ભંસાલી અને રાજકુમાર હિરાણી જેવા ફિલ્મનિર્માતાની ફિલ્મથી મળે.
સંજયલીલા ભણસાલી અને રાજકુમાર હિરાણીની ફિલ્મથી બોલિવુડ ડેબ્યુની ઈચ્છાઃ કન્નડ અભિનેતા પ્રભુ મુકંદરન
બોલિવૂડના પ્રસિદ્ધ ફિલ્મનિર્માતા સંજયલીલા ભણસાલી અને રાજકુમાર હિરાણીની ફિલ્મોમાં કામ કરવાનું બધા જ અભિનેતાઓનું સપનું હોય છે. જે લિસ્ટમાં હવે કન્નડ અભિનેતા પ્રભુ મુકંદરનું નામ જોડાઈ ગયું છે. પ્રભુ મુકંદરનું કહેવું છે કે, તે ફિલ્મનિર્માતા સંજયલીલા ભણસાલી અને રાજકુમાર હિરાણીની ફિલ્મમાં કામ કરી પોતાનું બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માંગે છે.
પ્રભુ મુકંદરએ કહ્યાનુસાર, “હું દિલથી ઈચ્છું છુ કે બોલિવુડના પ્રસિદ્ધ ફિલ્મનિર્માતા સંજયલીલા ભંસાલી અને રાજકુમાર હિરાણી દ્વારા મને લોન્ચ કરવામાં આવે. એક દર્શક તરીકે મેં એમના કામને ખુબ જ પસંદ કર્યુ છે. આશા રાખું છું કે, હું બોલિવૂડમાં જલ્દીથી ડેબ્યૂ કરીશ.” વર્તમાનમાં પ્રભુ પાસે ઘણી બધી કન્નડ ફિલ્મો છે, જેમાં ‘મૈસુર ડાયરીઝ’ અને ‘માયા કન્નાડી’નો પણ સમાવેશ થાય છે.
પ્રભુએ કહ્યુ, “હાલમાં ક્ષેત્રીય ભાષાઓની ફિલ્મો ખાલી દર્શકોના કોઈ સમુહ સુધી સિમિત નથી. જો આપણે સારૂ આપશું તો આ ફિલ્મો સુપરહિટ થશે. ત્યારે લોકો એમની મનપસંદ ભાષાઓમાં આ ફિલ્મો જોઈ શકશે. આની સાથે જ આ કલાકારોને ઉભરવાની પણ એક તક આપે છે. આગળ એમણે કહ્યું છે કે, “એક કલાકાર તરીકે હું ક્ષેત્રીય ભાષા સાથે હિન્દી ટેલિવિઝન અને બોલિવૂડમાં પણ આગળ વધવા ઈચ્છુ છું.”