ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોરોના થયા પછીનો સમય અત્યંત કપરો હતો: કનિકા કપૂર - કોરોના અને બોલિવુડ

પ્રખ્યાત બોલિવુડ ગાયિકા કનિકા કપૂરે કોરોના પોઝિટિવ થયા બાદ તેની ટ્રાવેલ હિસ્ટ્રી જાહેર ન કરતા સોશિયલ મીડિયા પર તેને આક્રમક રીતે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. જેથી તે ખૂબ જ હતાશ થઇ હતી. ઉપરાંત તેણે જણાવ્યું હતું કે સંગીતકારો ભારે નાણાકીય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે.

કનિકા કપૂર
કનિકા કપૂર

By

Published : Mar 30, 2021, 12:38 PM IST

  • ગતવર્ષે કનિકા કપૂરને થયો હતો કોરોના
  • કોરોના પોઝિટિવ જાહેર થનાર તે પ્રથમ બોલિવુડ હસ્તી
  • લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો

નવી દિલ્હી: બોલિવુડ ગાયિકા કનિકા કપૂરે કોરોના પોઝિટિવ જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર તેની પર થયેલા ટીકાઓના વરસાદને લઇને પોતાના અનુભવો જણાવ્યા હતા.

"તે સમય અઘરો હતો, લોકો સત્ય જાણવાની તસ્દી લીધા વગર કંઇપણ બોલતા હતા અને તે ખરેખર આશ્ચર્યજનક હતું." કનિકાએ જણાવ્યું.

ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી હતી

ગતવર્ષે 42 વર્ષીય ગાયિકાએ જાહેરાત કરી હતી કે તે કોરોનાથી સંક્રમિત થઇ છે. તે સમયે એવા સમાચાર વહેતા થયા હતા કે લંડનથી આવ્યા બાદ તેણે ક્વોરેન્ટાઇન થવાના બદલે અનેક હાઇ-પ્રોફાઇલ પાર્ટીઓમાં હાજરી આપી હતી, આથી પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ લોકોની ટીકાઓનો તે ભોગ બની હતી અને ઉત્તરપ્રદેશ સરકારે તો તેના વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: મનોજ તિવારીએ રવિ કિશન સાથે હોળી ઉજવતો એક વીડિયો શેર કર્યો

લોકોની ટીકાઓથી વ્યથિત થઇ: કનિકા

કનિકાએ આ વિશે વધુ ઉમેરતા જણાવ્યું, "તે જોઈને ખરેખર દુ:ખ થયું હતું કે કોઈ વ્યક્તિ જ્યારે એક બીમારી સામે લડી રહ્યુ હોય અને તેની જાણ થયા બાદ પણ લોકો તેના પ્રત્યે આક્રમક અને સ્વાર્થી બની રહ્યા હતા. હું ઇચ્છું છું કે લોકો મહામારીના આ સમયમાં તેમનો દ્રષ્ટિકોણ સુધારે અને મદદરૂપ બને."

આ પણ વાંચો: હોળી પર ફાતિમા શેખના ફેન્સ માટે ખરાબ સમાચાર, એક્ટ્રેસ થઈ કોરોનાગ્રસ્ત

"હાલની પરિસ્થિતિ ખૂબ જ દુ:ખદ છે, માત્ર ગાયકો જ નહીં, ગીતકારો, સંગીતકારો અને બોલિવુડમાં સંગીતક્ષેત્રે જોડાયેલા તમામ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે, કોરોનાના સમયમાં કોઇ લાઇવ શો, કોન્સર્ટ નથી યોજાઇ રહ્યા જેથી અમારા પાસે આવકનું એક સાધન છીનવાઇ ગયું છે."

કનિકાએ હાલમાં જ સંગીતકાર હેપી સિંહ સાથે 'ટુ સીટર કાર' નામનું ગીત લૉન્ચ કર્યુ છે.

ABOUT THE AUTHOR

...view details