મુંબઈઃ બૉલિવૂડ સિંગર કનિકા કપૂર લંડનથી પરત ફર્યા બાદ કોરોનાથી પ્રભાવિત થઈ હતી. આ પહેલા તે પાર્ટીમાં સામેલ થઈ હતી અને અનેક નેતાઓને મળી હતી. આ દરમિયાન પર કનિકા પર આ બિમારી હોવાની વાત છુપાવવાનો આક્ષેપ કર્યો હતો. જેને લઈ હવે કનિકાએ પોસ્ટ કરી જવાબ આપ્યો છે.
સિંગર કનિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે, 'મને ખબર છે કે મારા વિશે અનેક મનઘડત કહાનીઓ થઈ રહી છે. કેટલીક કહાનીઓમાં જાણી જોઈ આગ લગાવવામાં આવી, કેમકે મેં ચુપ રહેવું યોગ્ય સમજ્યુંં. હું એટલા માટે ચુપ નહોતી કે હું ખોટી હતી, પરંતું હું એટલા માટે છુપ હતી કે હું જાણતી હતી કે લોકોને ગેરસમજ થઈ છે અને ખોટી જાણકારી આપવામાં આવી છે. હું જાણતી હતી કે સત્ય પોતાના સમય પર બહાર આવી જ જશે અને લોકો સત્યને અનુભવી શકશે.'
કનિકાએ વધુમાં કહ્યું કે, "આ માટે હું તમારી સાથે કેટલાક તથ્યો શેર કરવા માંગુ છું. હું હાલ સમયે લખનઉમાં મારા માતાપિતા સાથે સમય પસાર કરી રહી છું. યુકેથી આવ્યા પછી જે લોકો સાથે હું સંપર્કમાં આવી છું તે લોકોમાં કોવિડ-19 કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા, પરંતુ દરેકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. હું 10 માર્ચે યુકેથી મુંબઇ પરત આવી હતી. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મારુ ચેકઅપ કરવામાં આવ્યું હતું. યુકેમાં પણ એક એડવાઈજરી જાહેર કરવામાં આવી હતી. જેમાં ખુદને ક્વોરનટાઈન કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મારામાં કોરોનાના કોઈ લક્ષણો ન હોવાથી હું ક્વોરનટાઈન ન થઈ."
પોતાની આખી કહાની જણાવતાં કનિકાએ લખ્યું, "હું આશા રાખું છું કે લોકો આ બાબતે સત્ય અને સંવેદનશીલતા સાથે ડીલ કરે. મનુષ્ય પર નકારાત્મકતા લાગુ કરવાથી સત્ય બદલાતું નથી." લોકો કનિકા કપૂરની આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.