ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કંગના રણૌતની નવી ફિલ્મ 'થલાઈવી' આ તારીખે થશે રિલીઝ - કોરોનાના કેસ ઘટતા સિનેમાઘર ખૂલ્યાં

બોલિવુડ અભિનેત્રી કંગના રણૌતની આગામી ફિલ્મને લઇને તેના ચાહકો માટે ખુશીના સમાચાર છે. અભિનેત્રીને થલાઈવીના રુપમાં જોવા માટે ખૂબ ઉત્સુકતાપૂર્વક રાહ જોતાં ફેન્સને આ ફિલ્મ ટૂંક સમયમાં જ ફિલ્મી પડદે જોવા મળશે. કંગનાએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટર શેર કરીને ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.

કંગના રણૌતની નવી ફિલ્મ 'થલાઈવી' આ તારીખે થશે રિલીઝ
કંગના રણૌતની નવી ફિલ્મ 'થલાઈવી' આ તારીખે થશે રિલીઝ

By

Published : Aug 24, 2021, 3:41 PM IST

  • બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌતની નવી ફિલ્મ થશે રિલીઝ
  • થિયેટરોના પડદે રજૂ થશે કંગનાની થલાઈવી
  • તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન દિવંગત જયલલિકાના જીવન પર આધારિત છે ફિલ્મ

અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી કંગના રણૌતનું નામ પડે એટલે કોઈ નવો વિવાદી મુદ્દો હશે તેમ માની જ લેવાય છે. ત્યાં કંગનાએ પોતે શેર કરી પોસ્ટમાં તેના ચાહકો માટે વિવાદનો નહીં, ખુશીનો મોકો મળી રહ્યો છે. વાત એમ છે કે, કંગનાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક પોસ્ટર શેર કર્યું છે જેમાં તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ થલાઈવીની રિલીઝ ડેટ જોવા મળી રહી છે.

આ પણ વાંચો-62 વર્ષીય બોલિવુડ અભિનેત્રી નીના ગુપ્તાએ કર્યો બેલી ડાન્સ, વીડિયો કર્યો શેર

ધાકડ ફિલ્મનું શૂટિંગ કંગનાએ કર્યું પૂર્ણ

આજકાલ કંગના પોતાની ફિલ્મો માટે ચર્ચામાં છે કેમ કે કંગના એક નહીં પરંતુ ઘણાં મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. હાલમાં તેણે ફિલ્મ 'ધાકડ'નું શૂટિંગ પૂરું કરી લીધું છે. ત્યારબાદ તેણે શેર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ હતી. તો આ સાથે જ લાંબા સમયથી ચર્ચામાં રહેલી તેની ફિલ્મ 'થલાઇવી'ની રિલીઝ ડેટ પણ હવે જાહેર થઈ ગઇ છે.

આ પણ વાંચો-આજે વાણી કપૂરનો જન્મ દિવસ, જુઓ કેવી રીતે થઇ ફિલ્મોમાં એન્ટ્રી

એક પ્રતિષ્ઠિત વ્યક્તિત્વની કહાણી જેને મોટી સ્ક્રિન પર જોવી ઉચિત છેઃ કંગના

થલાઈવીની રિલીઝ ડેટની જાહેરાત મૂકેલી પોસ્ટમાં કંગનાએ લખ્યું છે કે એક પ્રતિષ્ઠિત વ્યક્તિત્વની કહાણી જેને મોટી સ્ક્રિન પર જોવી ઉચિત છે. હલે થલાઈવી રિલીઝ થવા માટે પૂર્ણપણે તૈયાર છે. ફિલ્મ થલાઈવી થિયેટરોમાં 10 સપ્ટેમ્બરે રિલીઝ થશે. કંગનાના ચાહકો જ નહીં, ફિલ્મ ક્રિટિક્સ પણ આ ઓફિશિયલ એનાઉન્સમેન્ટને લઇને રોમાંચ અનુભવી રહ્યાં છે.

કોરોનાના કેસ ઘટતાં સિનેમાઘર ખૂલ્યા

કોરોનાના કેસો ઘટ્યાં છે અને જનજીવન સામાન્ય બન્યું છે અને મોટાભાગના થિયેટરો શરૂ થઈ ગયાં છે તેવામાં થિયોટરોમાં એક પછી એક ફિલ્મ રિલીઝ થવા લાગી છે. ગત સપ્તાહમાં અક્ષયકુમારની બેલબોટમ થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને હવે કંગનાની થલાઈવી પણ રિલીઝ થવા માટે તૈયાર થઈ ગઇ છે. આ ફિલ્મને લઇને કંગનાના ચાહકોને વિમાસણ હતી કે થલાઈવી ઓટીટી પર રજૂ થશે કે થિયેટર્સમાં, પણ હવે ચિત્ર એકદમ સ્પષ્ટ છે કે આ ફિલ્મ મોટા પડદે જ રજૂ કરવામાં આવશે.

કંગના એક તેજસ ફિલ્મમાં પણ વ્યસ્ત છે

કંગના રનૌત માટે આ વર્ષે અન્ય એક મહત્ત્વની ફિલ્મ પણ છે જેમાં તે તેજસ ફિલ્મમાં વ્યસ્ત છે. તેજસના શૂટિંગના ફોટો વગેરે કંગના ઘણીવાર શેર કરતી રહે છે. આ ફિલ્મ પણ ક્યારે રજૂ થશે તેને લઇને ફેન્સમાં ઘણી ઉત્સુકતા છે.

ABOUT THE AUTHOR

...view details