મુંબઇ: અભિનેત્રી કંગના રનૌતે એક કવિતા દ્વારા ફિલ્મ નિર્માતા કરણ જોહર અને તેની ફિલ્મ ગુંજન સક્સેના પર કટાક્ષ કર્યો હતો.
કંગનાએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કર્યું હતું કે, "અમારે રાષ્ટ્રવાદની દુકાન ચલાવવાની છે. પરંતુ દેશભક્તિ નથી બતાવવી. પાકિસ્તાન સાથે યુદ્ધની ફિલ્મો ખૂબ પૈસા કમાય છે, આપણે પણ તેવી ફિલ્મ બનાવીશું, પણ તેનો વિલન પણ હિન્દુસ્તાની છે. હવે થર્ડ જેન્ડર પણ આવી ગયું આર્મીમાં, પરંતુ કરણ જોહર તુ ક્યારે સમજીશ, એક ફાઇટર ફક્ત એક ફાઇટર હોય છે."
આ પહેલા તેણે જાન્હવી કપૂર અભિનીત ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' પર કમેન્ટ કરી હતી.
તેણે ટ્વિટમાં લખ્યું છે કે, "ગુંજન સક્સેના ફિલ્મમાં એક નાનું પાસું જોયું કે, જેમાં એક સૈનિકના જીવન ચરિત્ર અને સાર ગાયબ છે. તેમાં ગુંજન સક્સેનાના વિરોધીઓને સાચા સાબિત કરવામાં આવ્યા છે. જે કહે છે કે, અમે અહીં ભારત માતા માટે છીએ. પરંતુ તમે સમાન તક માટે અહીં આવ્યા છો. ફિલ્મ અહીં જ સમાપ્ત થાય છે કે ગુંજન જીતે છે, પણ ભારત નહીં."
કંગનાએ લખ્યું કે, "ગુંજન ફિલ્મમાં ઘણી જગ્યાએ કહે છે કે, તે પોતાના દેશને ચાહતી નથી, તે ફક્ત પ્લેન ઉડાવવા માગે છે. આ ફિલ્મમાં ગુંજન સક્સેનાની વાસ્તવિક દેશભક્તિ બતાવવામાં આવી જ નથી. તે માત્ર એટલું જ કહે છે, પાપા હું તને નિરાશ નહીં થવા દઉ."
કરણ જોહરને ફિલ્મમાં જેન્ડર બાયસ બતાવવાનો આરોપ લગાવીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા પાઇલટ ગુંજન સક્સેના પર આધારિત છે, જે 1999માં કારગિલ યુદ્ધનો ભાગ હતી.