ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફિલ્મના શૂટિંગ માટે કંગના રણૌત પહોંચી બિકાનેર - ફિલ્મનું શૂટિંગ

પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતી બોલીવુડ અભિનેત્રી કંગના રણૌત ફિલ્મના શૂટિંગ માટે રાજસ્થાનના બિકાનેર પહોંચી છે. આ અંગે મળતી માહિતી મુજબ, કંગના ચુરુ જિલ્લામાં એક ફિલ્મનું શૂટિંગ કરશે. અહીં તે 3થી 4 દિવસ શૂટિંગમાં વ્યસ્ત રહેશે.

ફિલ્મના શૂટિંગ માટે કંગના રણૌત પહોંચી બિકાનેર
ફિલ્મના શૂટિંગ માટે કંગના રણૌત પહોંચી બિકાનેર

By

Published : Mar 17, 2021, 2:06 PM IST

  • કંગના રણૌતના ફેન્સે કંગનાનું કર્યું ભવ્ય સ્વાગત
  • રાજસ્થાનના નાલ એરપોર્ટ પર કંગનાના ફેન્સે તેને ઘેરી લીધી
  • કંગના રાજસ્થાનના બિકાનેરમાં 3થી 4 દિવસ કરશે શૂટિંગ

આ પણ વાંચોઃ'સાઈના' ની ટ્રેનિંગ દરમિયાન રડી પડતી હતી: પરિણીતિ ચોપરા

જયપુરઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણૌત હવે શૂટિંગ કરવા માટે રાજસ્થાનના બિકાનેર પહોંચી છે. અહીં તે 3થી 4 દિવસ શૂટિંગમાં વ્યસ્ત રહેશે. આ પહેલા રાજસ્થાનના નાલ એરપોર્ટ પર કંગના રણૌત પહોંચતા જ તેમના ફેન્સે તેને ઘેરી લીધી હતી અને કંગનાના ફેન્સે તેની સાથે સેલ્ફી લીધી હતી. કંગનાની સુરક્ષાના કારણે તેને એરપોર્ટની કારમાં હેરિટેજ હોટેલ પહોંચાડવામાં આવી હતી.

આ પણ વાંચોઃપ્રિયંકા ચોપરા અને નિક જોનસે ઓસ્કરના નોમિનેશન્સની કરી જાહેરાત

કંગનાને વાય શ્રેણીની સુરક્ષા મળી છે

ઉલ્લેખનીય છે કે, કંગનાને વાય શ્રેણીની સુરક્ષા મળી છે. બોલીવુડની અભિનેત્રી કંગના રણૌત પાછલા દિવસોમાં નેપોટિઝમ, ટેક્સ જેવા અનેક નિવેદનોથી ચર્ચામાં રહી હતી.

ABOUT THE AUTHOR

...view details