કુલ્લુ/મનાલી: સુપ્રીમ કોર્ટે સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસ અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે CBIને આ કેસની તપાસ કરવાની સત્તા આપી છે. સુશાંતનો પરિવાર અને તેના ચાહકો ઘણા સમયથી CBI તપાસની માગ કરી રહ્યાં હતાં.
સુશાંત કેસની તપાસ CBI કરશે, કંગનાએ કોર્ટના નિર્ણયને આવકાર્યો, કહ્યું- માનવતા જીતી
સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે CBIને આ કેસની તપાસ કરવાની સત્તા આપી છે. આ સાથે જ અભિનેત્રી કંગના રનૌતે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે.
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે આ કેસ CBIને સોંપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. કંગના રનૌતેની ટીમે ટ્વીટ કરીને લખ્યું છે કે, "આ માનવતા જીતી ગઈ છે, બધા SSR (સુશાંતસિંહ રાજપૂત) યોદ્ધાઓને અભિનંદન....પ્રથમ વખત મને સામૂહિક ચેતનાની આટલી શક્તિનો અનુભવ થયો, અદ્ભુત..."
તમને જણાવી દઈએ કે, CBI દ્વારા સુશાંત કેસની તપાસ કરાવવા માટે કંગના પણ સતત અભિયાન ચલાવી રહી હતી. આ સિવાય લાંબા સમયથી કંગના આ મુદ્દા પર ખુલીને બોલી રહી છે. થોડા દિવસો પહેલા કંગનાએ પણ આ કેસની તપાસ CBIને સોંપવા અંગે એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો.