મુંબઇ: અભિનેત્રી કંગના રનૌત તાજેતરમાં કરીનાએ આપેલા એક ઈન્ટરવ્યૂ પછી કરીના કપૂર પર ભડકી હતી. હાલ એક ઇન્ટરવ્યુમાં કરીના કપૂરે કહ્યું હતું કે, તે 21 વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નેપોટિઝમને લઇને નથી ટકી શકી આ સંભવ નથી.
કંગનાની ટીમે નેપોટિઝ્મ અંગે કરેલી ટિપ્પણી માટે કરીનાની ટીકા કરી - અભિનેત્રી કંગના રનૌત કરીના કપુર પર ભડકી
તાજેતરમાં કરીનાએ આપેલા એક ઈન્ટરવ્યૂ પછી અભિનેત્રી કંગના રનૌત કરીના કપૂર પર ભડકી હતી. હાલ એક ઇન્ટરવ્યુમાં કરીના કપૂરે કહ્યું હતું કે, તે 21 વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નેપોટિઝ્મને લઇને નથી ટકી શકી આ સંભવ નથી. કરીના કપૂર ખાનની ટિપ્પણી પર કંગના રાનૌતની ટીમે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, તેમની સફળતા 'અનિર્જિત' છે.
કરીનાએ કહ્યું કે, કપૂર પરિવારમાંથી આવવાથી તેને પ્રાથમિકતા મળી છે, પરંતુ તેણે સાબિત કરવા માટે ઘણી મહેનત પણ કરી છે. તે નથી માનતી કે, તેમને જે મળ્યું તે માત્ર કપૂર પરિવાર દ્વારા ટેગ કરાવવાનું કારણ છે.
તાજેતરમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કરીના કપૂરે નેપોટિઝમ વિશે બોલતાં કહ્યું કે, લોકોને એ જાણીને ભલે નવાઈ લાગે, પણ અહીં મારે પણ સંઘર્ષ કરવો પડ્યો છે. હા, કોઈ ખિસ્સામાં દસ રૂપિયા લઈને આવેલી વ્યક્તિ જેવો મારો સંઘર્ષ રોમાંચક નથી, પરંતુ એ માટે કંઈ હું એપોલોજેટિક ફીલ ન કરું. કંગના અને તેની ટીમે કરીનાના આ ઇન્ટરવ્યૂની લિંક શેર કરીને લખ્યું કે, 'કરીના જી, તમને બધાંને પ્રેક્ષકોએ સમૃદ્ધ અને પ્રખ્યાત બનાવ્યા છે, પરંતુ એમને એ ખબર નહોતી કે અયોગ્ય હોવા છતાં સફળ થઈને તમે લોકો બોલિવૂડને બોલિવૂડ (ધમકાવનારી જગ્યા) બનાવી દેશો. પ્લીઝ સમજાવો.’ એ પછી કંગનાએ કરીનાને છ સવાલ પૂછીને એના જવાબ માગ્યા હતા.
- તમારા બેસ્ટ ફ્રેન્ડે કંગનાને ઈન્ડસ્ટ્રી છોડવાનું શા માટે કહેલું?
- સુશાંતને મોટાં પ્રોડક્શન હાઉસોએ બૅન શા માટે કરી દીધેલો?
- કંગનાને ચુડેલ અને સુશાંતને રેપિસ્ટ શા માટે કહ્યો?
- તમારી ઈકો સિસ્ટમે કંગના અને સુશાંતને બાયપોલર શા માટે કહ્યાં?
- તમારા સાથી નેપો કિડે લગ્નનો વાયદો કર્યા પછીયે તેના પર પોલીસ ફરિયાદો દાખલ કરાવી?
- કેમ કંગના અને સુશાંતને ઈન્ડસ્ટ્રીમાં અલગ અલગ કરી દેવામાં આવ્યા, એમને કેમ ક્યારેય કોઈ પાર્ટીમાં બોલાવવામાં આવતા નહીં? એમની નવી ફિલ્મની રિલીઝ પર કે એમના જન્મ દિવસ પર કોઈ એમને અભિનંદન શા માટે નથી આપતું?