ફર્સ્ટ લુક રજૂ થયા બાદ કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલે ટ્વીટ કરીને દીપિકાના લુકની પ્રશંસા કરી છે. રંગોલીએ લખ્યું કે, દુનિયામાં ગમે તેટલા અન્યાય અથવા ભેદભાવ થાય, જેનાથી આપણે નફરત કરીએ છીએ તેને તેની ભાષામાં જજવાબ આપવો જોઈએ. તેનોલુક પ્રશંસાનેલાયક છે, દીપિકા પાદુકોણ અને મેઘના ગુલઝાર, એસિડ અટેકના સર્વાઇવરને જોતાંહું આ ફિલ્મની સૌથી મોટી ચીયરલીડર છું
કંગનાની બહેને કરી દીપિકાની ફિલ્મ 'છપાક'ની પ્રશંસા - rangoli chandel
મુંબઈ: દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક'નો ફર્સ્ટ લુક રીલીઝ કરવામાં આવ્યો છે. દીપિકાની ફિલ્મ 'છપાક' એસિડ અટેકનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલની રીયલ લાઈફ પર આધારીત છે. ફર્સ્ટ લુકની વાત કરીએ, તો દીપિકા પોતાના લુકને લક્ષ્મી અગ્રવાલના લુક સાથે મેચ કરવામાં સફળ રહી છે. બોલીવૂડના સ્ટાર્સે પણ દીપિકાની પ્રશંસા કરી છે.
સ્પોટ ફોટો
જ્યારે એક યુઝર્સે કહ્યું કે બોલીવૂડ ત્યારે ક્યાં હતું, જ્યારે કંગનાએ પોતાની ફિલ્મનું ફર્સ્ટ લુક રજૂ કર્યું હતું. આ ટ્વીટના જવાબમાં રંગોલીએ કહ્યું કે, હું વિચારી રહી હતી કે, બઘા ઉંદર દળોમાંથી બહાર નિકળી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક'નુંશૂટિંગ 25 માર્ચે શરૂ થઈ ગયું છે. મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ અગામી 10 જાન્યુઆરીએ રજૂ થશે.