મુંબઈઃ એક્ટ્રેસ કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલે ખુલાસો કર્યો કે, જ્યારે તેના પર એસિડ અટેક થયા બાદ માતા-પિતા તેનો ચહેરો જોઈ બેભાન થઈ જતાં હતા. આ મુશ્કેલ પરિસ્થિતિમાં કંગનાએ તેમને સંભાળ્યા હતાં. ત્યાર બાદ કગંનાએ રાત-દિવસ મહેનત કરી પૈસા ભેગા કર્યા હતાં. જેના માટે રંગોલીએ બહેન કંગનાનો આભાર માન્યો હતો.
કંગનાની બહેન રંગોલીએ એસિડ અટેકનો અનુભવ શેર કર્યો, કંગનાનો માન્યો આભાર - બૉલીવુડ ન્યૂઝ
રંગોલીએ કંગનાનો આભાર માન્યો હતો અને કહ્યું કે, એસિડ અટેક વખતે 19 વર્ષની હોવાં છતાં કેવી રીતે મારી અને મારા માતા-પિતાના સંભાળ લીધી.
બહેન કંગનાનો આભાર માનતા રંગોલીએ ટ્વિટ કર્યુ કે, 'મારા માટે જે કર્યું છે તેનું ઋણ હું ક્યારેય નહી ચૂકવી શકું. મારા પર એસિડ અટેક થયા બાદ માતા-પિતા મને જોઈ બેભાન થઈ જતાં હતા, ત્યારે તું ંમાત્ર 19 વર્ષની હતી. તેમ છતાં તે પરિસ્થિતિમાં તે માતા પિતાને સંભાળ્યા અને દિવસ-રાત મહેનત કરી સારવાર માટે પૈસા ભેગા કર્યા હતાં. વર્ષો પછી બધું સરખુ થઈ ગયું એને તું મારા ખોળામાં માથુ રાખી રડવા લાગી હતી. મને આનંદ થયો કે તે આવું કર્યું કેમ કે, કઠોર લોકો જલ્દી પોતાનું દર્દ શેર કરતા નથી. આભાર છોટુ.'
રંગોલી ચંદેલે પોતાના પર થયેલા એસિડ અટેકની સ્થિતિ શેર કરતાં ટ્વિટર પર પોસ્ટ કરી હતી. જેમાં તેણે બહેન કંગનાનો આભાર વ્યક્ત કર્યો હતો. કગંના અને રંગોલી એકબીજાને કેટલો પ્રેમ કરે છે તે ફરી એકવાર તેણે સાબિત કર્યુ છે.