બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના ઘરે બહુ જલ્દી શરણાઇ વાગશે. કંગનાના ઘરે શુક્રવારે સગાઇ સમારોહ યોજવામાં આવ્યો. જેમાં કંગનાએ તેની બહેન રંગોલી અને પરિવારના સદસ્યો સાથે મળીને ખૂબ ધમાલ મચાવી હતી. કંગના રનૌત હવે જલ્દી જ નણંદ બનવાની છે.
કંગના રણાવતના ભાઈની સગાઈ વીડિયો વાયરલ, અભિનેત્રી ડાન્સ કરતી જોવા મળી - kangana ranaut brother engagement
મુંબઈઃ બોલીવુડ ક્વીન કંગના રણાવતના ભાઈનો સગાઈ સમારોહ યોજાયો હતો. જેમાં કંગના તેની બહેન રંગોલી અને પરિવાર સાથે ડાન્સ કરતી જોવા મળે છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રી ગોલ્ડન સાડીમાં ડાન્સ કરતી જોવા મળે છે.

કંગના રણાવત
કંગનાના ભાઇ અક્ષત રનૌતે હરિયાણામાં રહેતી તેની ગર્લફ્રેન્ડ ડૉક્ટર રીતુ સાથે સગાઇ કરી લીધી છે. જલ્દી જ બંને જણ લગ્ન પણ કરવાના છે. પોતાના ભાઇની સગાઇમાં બોલીવુડ ક્વીન ગોલ્ડન સાડીમાં નજરે પડી હતી. પોતાના ભાઇની સગાઇમાં કંગનાએ પરિવાર સાથે ડાન્સ પણ કર્યો હતો જેનો વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે.