મુંબઈ: અભિનેત્રી કંગના રનૌતે આરોપ લગાવ્યો છે કે, શિવસેનાના નેતા સંજય રાઉતે તેમને મુંબઈ પરત ન ફરવા ધમકી આપી છે. અભિનેત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે, પહેલા મુંબઈની શેરીઓમાં આઝાદીના સૂત્રોચ્ચાર કરવામાં આવતા હતા અને હવે ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી રહી છે. મુંબઈમાં શું થઈ રહ્યું છે?
કંગનાનો આરોપ- સંજય રાઉતે મુંબઈ ન આવવા આપી ધમકી - સુશાંત સિંહ રાજપૂત
અભિનેત્રી કંગના રનૌતે આરોપ લગાવ્યો છે કે, શિવસેનાના નેતા સંજય રાઉતે તેમને મુંબઈ પરત ન ફરવા માટે ધમકી આપી છે.
કંગના રનૌત
કંગનાએ પૂછ્યું કે, મુંબઈમાં કેમ PoK જેવી પરિસ્થિતિઓ બનાવવામાં આવી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે સ્વ. સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે પણ ઘણા ખુલાસા કર્યા હતા.