મુંબઇ: એક્ટ્રેસ કંગના રાનૌત, સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ખૂબ જ સક્રિય છે. તેમણે આ કેસમાં સતત મોટા નિવેદનો આપ્યા છે અને બોલીવૂડના એક વર્ગને જોરદાર નિશાન બનાવ્યું છે. આવી સ્થિતિમાં, જ્યારે સુપ્રીમ કોર્ટે આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે કંગના કેટલાક સેલેબ્સોને આડે હાથ લીધા છે.
કંગના રનૌતે દીપિકા પાદુકોણને આડે હાથ લીધી, જાણો કારણ... - કંગના રનૌતે દીપિકા પર સાધ્યુ નિશાન
સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસને સીબીઆઈમાં ટ્રાન્સફર કરવા અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય બુધવારે આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ. આ નિર્ણય બાદ અભિનેત્રી કંગના રનૌતે દીપિકા પાદુકોણને આડે હાથ લીધી છે. કંગનાએ પોતાની ટ્વીટમાં લખ્યું કે, મારી પછાળ પુનરાવર્તન કરો, ડિપ્રેશનનો ધંધો ચલાવવા વાળાઓને લોકોએ તેમની ઓકાત બતાવી દીધી છે.
![કંગના રનૌતે દીપિકા પાદુકોણને આડે હાથ લીધી, જાણો કારણ... etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:23:41:1597917221-8488632-890-8488632-1597909232662.jpg)
કંગના રનૌતએ દીપિકા પાદુકોણ પણ સાધ્યુ નિશાન : જાણો?
સુશાંતના મૃત્યુ પછી દીપિકાએ સોશિયલ મીડિયા પર ડિપ્રેશનની ઘણી પોસ્ટ શેર કરી હતી. તેમણે લોકોમાં ઉદાસી અને ડિપ્રેશન વચ્ચેનો તફાવત જણાવ્યો હતો. હવે આ મામલે કંગના રનૌતે દીપિકા પર કટાક્ષ કર્યો છે. તેમના કહેવા મુજબ દીપિકા ડિપ્રેશનમાં હતી, એનો અર્થ એ નથી કે સુશાંત પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થયો હતો.