પોતાની આગામી ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા' ના સૉન્ગ લૉન્ચ દરમિયાન એક કોન્ટ્રવર્સી સર્જાઈ હતી. ત્યાર પછી 'એન્ટરટેઈન્મેન્ટ જર્નલિસ્ટ ગિલ્ડ'એ કંગનાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. જેથી ફિલ્મની પ્રોડ્યુસર એક્તા કપૂરે લેખિતમાં માફી માંગી હતી. પરંતુ કંગના કે જે હંમેશા વિવાદમાં રહે છે તેણે માફી માગવાના બદલે કાનૂની રસ્તો અખત્યાર કર્યો છે.
પત્રકાર સાથેનો વિવાદ વધુ વકર્યો, કંગનાએ પત્રકારોને નોટિસ ફટકારી - kangana interview
ન્યુઝ ડેસ્કઃ અભિનેત્રી કંગના રનૌત અને પત્રકાર વચ્ચે ગીતના લૉન્ચ પ્રસંગે ગરમા-ગરમી થઈ હતી. જેના કારણે ખાસ્સો વિવાદ પણ ચગ્યો હતો. આ વિવાદ શાંત થવાના બદલે વધુ ભડક્યો છે. કારણ કે, કંગનાએ હવે આ પત્રકારને કાનૂની નોટિસ મોકલી દીધી છે. જેથી કંગનાએ હવે કાયદાકીય લડત શરુ કરી છે.
પત્રકાર સાથેનો વિવાદ વધુ વકર્યો, કંગનાએ પત્રકારોને નોટિસ ફટકારી
ક્વિન કંગનાએ 'એન્ટરટેઈન્મેન્ટ જર્નલિસ્ટ ગિલ્ડ' અને ' પ્રેસ કાઉન્સીલ ઑફ ઈન્ડિયા'ના સભ્યોને લીગલ નોટિસ મોકલી બળતામાં ઘી હોમ્યુ છે. તેણે આરોપ મુક્યો છે કે, સારા ઈન્ટરવ્યુ પછી પણ પત્રકારે તેમની ફિલ્મ 'મણિકર્ણિકા' વિશે ઘણુ ખરાબ લખ્યુ હતું. પત્રકારે આ આરોપોને નકારી દીધા છે. સામાન્ય વાતચીતમાંથી શરુ થયેલો આ વિવાદ કાયદાકીય લડાઈ સુધી પહોંચ્યો છે, ત્યારે આ વિવાદથી કંગનાની આગામી ફિલ્મ પર શું અસર થાય છે તે જોવું રહ્યુ.