મુંબઈઃ બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે કહ્યું છે કે, તે જે બિલ્ડિંગમાં રહે છે તે શરદ પવારથી સંબંધિત છે. આવી સ્થિતિમાં, ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે અભિનેત્રી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડાનો ઉલ્લેખ કરતી હતી. જોકે, NCPના પ્રમુખ શરદ પવારે ગુરુવારે આવા દાવાઓને નકારી કાઢતા કહ્યું કે, અભિનેત્રીએ જે કહ્યું તેનો કોઈ આધાર નથી.
હું જે બિલ્ડિંગમાં રહું છું તે શરદ પવારથી સંબંધિત છે: કંગના - બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત
કંગના રનૌતના દાવા અંગે પત્રકારો દ્વારા પવારને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ત્યારે તેમણે આ વાતને નકારી કાઢી હતી. પવારે કટાક્ષથી કહ્યું, "આ મારી ઇચ્છા છે કે કોઈ મારા નામથી કોઇ બિલ્ડિંગનું નામ રાખે."
કંગના
રનૌતે ટ્વિટ કરીને જવાબ આપ્યો કે, "તે માત્ર મારા માટે જ નહીં પરંતુ આખી બિલ્ડિંગ માટે હતો અને તે ફક્ત મારા ફ્લેટનો નહીં પણ બિલ્ડિંગનો મુદ્દો છે, આ બિલ્ડિંગ શરદ પવારથી સંબધિત છે. અમે તેમના ભાગીદાર પાસેથી ફ્લેટ ખરીદ્યો છે, તેથી તેઓ જવાબદાર છે, હું નહીં."
રનૌતના દાવા અંગે પત્રકારો દ્વારા પવારને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ વાતને નકારી કાઢી હતી. પવારે કટાક્ષથી કહ્યું, "આ મારી ઇચ્છા છે કે કોઈ મારા નામથી કોઇ બિલ્ડિંગનું નામ રાખે."