મુંબઇ : મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે મૌન તોડ્યું છે. તમામ આરોપોને ખોટા ગણાવતા તેમણે કહ્યું કે, અભિનેતાના મોતમાં ગંદા રાજકારણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આના પર કંગનાએ તેમના પર મૌખિક હુમલો બોલ્યો છે. કંગનાએ એક પછી એક ટ્વિટ કરીને આદિત્ય ઠાકરેના પિતા અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને 7 મહત્વના પ્રશ્નો પૂછ્યા છે.
કંગનાએ એક ટ્વિટમાં લખ્યું હતું કે "હા હા જુઓ કોણ ગંદા રાજકારણની વાત કરે છે, તમારા પિતાને મુખ્યપ્રધાન પદ કેવી રીતે મળ્યું? તે ગંદા રાજકારણનો એક કેસ સ્ટડી છે ... SSRના મોત પર તમારા પિતાથી હું તેમના મોત સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબો માગું છું. "
- રિયા ક્યાં છે?
- મુંબઈ પોલીસને સુશાંત સિંહના અકુદરતી મોત અંગે કેમ ફરિયાદ નથી થઇ?
- જ્યારે ફેબ્રુઆરી મહિનામાં સુશાંતનો જીવ જોખમમાં હોવાની ફરિયાદ ઉઠી હતી, ત્યારે મુંબઈ પોલીસ તેને આત્મહત્યા કેમ કહે છે?
- અમારી પાસે ફોરેન્સિક નિષ્ણાત પાસે સુશાંતનો ફોન ડેટા કેમ નથી...તેના મોતના અઠવાડિયામાં તેણે કોની સાથે વાત કરી હતી.?
- IPS વિનય તિવારીને કોરેન્ટાઇનના નામે કેમ બંધ કરવામાં આવ્યો?
- CBI તપાસથી કેમ ડરી રહ્યા છે.?
- રિયા અને તેના પરિવારે સુશાંતને પૈસા કેમ આપ્યા?
આ સાથે કંગનાની ટીમે લખ્યું કે, આ પ્રશ્નોનો રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી, કૃપા કરીને તેમના જવાબ આપો.