મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે મુંબઇ પોલીસે અભિનેત્રી કંગના રનૌતને નોટિસ મોકલી હતી કે તે મુંબઇ આવીને તેનું નિવેદન આપે. જો કે કંગનાના વકીલ તરફથી મુંબઇ પોલીસે જવાબ આપવામાં આવ્યો છે કે તે હાલ કોરોના સંક્રમણને લઇને મનાલીમાં છે અને મુંબઈ પરત નહી ફરી શકે. આ પરિસ્થિતિમાં મુંબઇ પોલીસનો કોઈ કર્મચારી મનાલી આવે અથવા કંગના ડિજિટલ માધ્યમથી તેનું નિવેદન આપે તેવું આયોજન થઈ શકે છે.
કંગનાને મુંબઈ પોલીસ તમામ સવાલોની યાદી મેઈલમાં મોકલાવે તો તેમને મેઈલ દ્વારા કંગના જવાબ આપી દેશે. તેમ કંગનાના વકીલ ઈશકરણ સિંહ ભંડારીએ જણાવ્યું હતું.
મુંબઇ પોલીસ કંગનાને પૂછપરછ માટે સમન્સ મોકલવાની છે તેવા સમાચાર થોડા દિવસ પહેલા સામે આવ્યા હતા. અમુક સમાચારોમાં મુંબઈ પોલીસ કંગનાના ખાર સ્થિત ઘરમાં સમન્સ ની કોપી લઇને પહોંચી તેવી પણ વિગતો હતી.