ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કંગનાના પિતાએ સરકાર પાસે પુત્રી માટે પોલીસ પ્રોટેક્શન માગ્યું - શિવસેનાના નેતા સંજય રાઉત

કંગના રનૌતના પિતાએ કંગનાની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકાર પાસે માગ કરી છે કે, તેમની પુત્રીને સુરક્ષા આપવામાં આવે. તેમણે કહ્યું કે, તેઓ મુંબઈમાં શિવસેનાના સાંસદની ટિપ્પણીથી ચિંતિત છે અને આ સ્થિતિમાં તેઓ તેમની સરકારને વિનંતી કરી રહ્યા છે કે, તેમની પુત્રીની સુરક્ષામાં વધારો કરવામાં આવે.

કંગના
કંગના

By

Published : Sep 6, 2020, 6:36 AM IST

સરકાઘાટ (હિમાચલ પ્રદેશ): કંગના રનૌતની સુરક્ષા પર ચિંતા કરતા અભિનેત્રીના પિતાએ કેન્દ્ર સરકાર પાસે પોલીસ સુરક્ષાની માગ કરી છે. કંગનાના પિતાએ કહ્યું કે, મુંબઇમાં શિવસેનાના સાંસદ દ્વારા કરાયેલી ટિપ્પણીતી તેઆ સાથે સરકાઘાટના ધારાસભ્ય કર્નલ ઇન્દ્રસિંહે પણ કંગનાના પિતાની વધતી સુરક્ષાની વાતને સમર્થન આપતા તેમણે કહ્યું છે કે, શિવસેનાના નેતા સંજય રાઉત એક નાની વિચારસરણી દર્શાવી રહ્યા છે.

ધારાસભ્ય કર્નલ ઇન્દ્રસિંહે કંગનાના નિવેદનને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે, મુંબઈ કોઈના પિતાની સંપત્તિ નથી. જ્યારે મુંબઈ પર આતંકવાદી હુમલો થયો હતો ત્યારે તે સમયે સાંસદ ક્યાં હતા. કંગનાના પિતાએ ચિંતા વ્યક્ત કરતા સરકાર પાસે તેમની પુત્રીની સુરક્ષા વધારવા માટે અપીલ કરી છે.

દેશના દરેક ખૂણાના વીરોએ તે સમયે મુંબઇની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. મુંબઈ ઉપર દરેકનો અધિકાર છે. સંજય રાઉતે કંગના રાનાઉતને ધમકી આપીને તેની સાંકડી માનસિકતાનો પર્દાફાશ કર્યો છે. હિમાચલના લોકો કંગના સાથે છે. કંગનાને મળી રહેલી ધમકીઓ જોતા રાજ્ય અને કેન્દ્ર સરકારે કંગનાને યોગ્ય સુરક્ષા પૂરી પાડવી જોઈએ.

કંગના અને શિવસેનાએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલે આપેલા નિવેદનોથી વિવાદ સર્જાયો છે. શુક્રવારે કંગનાએ ટ્વિટ કર્યું હતું કે, તે 9 સપ્ટેમ્બરે મુંબઇ જઇ રહી છે, કોઈમાં હિંમત હોય તો રોકી લે. આ પછી શિવસેનાના નેતા સંજય રાઉતે જવાબ આપ્યો હતો કે, મુંબઈ મરાઠીઓનું છે. તે જ સમયે, મહારાષ્ટ્રના નેતા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે અને હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજે કંગનાનું સમર્થન કર્યું હતું. હવે હિમાચલ પ્રદેશના ભાજપના ધારાસભ્ય પણ કંગનાના સમર્થનમાં બહાર આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details