- મુંબઇ પોલીસે કંગના રનૌત અને તેની બહેન રંગોલીને ત્રીજી નોટિસ ફટકારી
- બાન્દ્રા પોલીસની તપાસમાં સામેલ થવા જણાવ્યું
- બે સમુદાયો વચ્ચે શત્રુતા વધારવાનો આરોપ
મુંબઇ (મહારાષ્ટ્ર): મુંબઇ પોલીસે બુધવારે અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલને બે સમુદાયો વચ્ચે શત્રુતા વધારવાના આરોપમાં નિવેદન દાખલ કરાવવા માટે ત્રીજી વખત 23 અને 24 નવેમ્બરે સમન જાહેર કર્યું છે.
પોલીસે અહીંના બાન્દ્રા મેટ્રોપૉલિટન મજિસ્ટ્રેટ કોર્ટના નિર્દેશ પર કંગના અને રંગોલી વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે.
કંગના અને રંગોલીને ત્રીજી નોટિસ ફટકારી
પોલીસ કમિશ્નર અભિષેક ત્રિમુખે કહ્યું કે, અમે કંગના અને રંગોલી ચંદેલને ત્રીજી નોટિસ ફટકારી છે અને તેમણે બાન્દ્રા પોલીસની તપાસમાં સામેલ થવા અને સહયોગ આપવા જણાવ્યું છે.
પૂછપરછ માટે રજૂ થવામાં અસમર્થ
કંગનાના વકીલ રિઝવાન સિદ્દિકીએ આ પહેલા બે નોટિસનો જવાબ આપતા કહ્યું હતું કે, તેમની ક્લાયન્ટ પૂછપરછ માટે રજૂ થવામાં અસમર્થ છે, કારણ કે, તે 15 નવેમ્બર સુધી હિમાચલ પ્રદેશમાં પોતાના ભાઇના લગ્નમાં વ્યસ્ત છે.