ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પૂજા ભટ્ટે ટ્વિટર પર શેર કર્યો વીડિયો, કંગનાએ મહેશ ભટ્ટનો માન્યો આભાર - pooja bahtt twitt

હાલમાં કંગના રનૌત અને પૂજા ભટ્ટ વચ્ચે ટ્વીટર વૉર ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા પૂજાએ ટ્વીટ કર્યુ હતું કે, ભટ્ટ કેમ્પે જ પોતાની ફિલ્મ 'ગેંગસ્ટર' દ્વારા જ અભિનેત્રી કંગનાને ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરાવ્યો હતો. આ ટ્વીટ બાદ કંગનાએ જવાબ આપ્યો હતો કે, હું ટીમનો આભાર માનું છું. મારો ઉદ્દેશ ફક્ત સત્યને ઉજાગર કરવાનો છે કે, ઈન્ડસ્ટ્રીમાં બહારથી આવતા લોકોની પ્રતિભાને યોગ્ય ન્યાય મળે.

કંગના
કંગના

By

Published : Jul 10, 2020, 1:02 PM IST

મુંબઈઃ પૂજા ભટ્ટે હાલમાં પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, ભટ્ટ કેમ્પે જ પોતાની ફિલ્મ 'ગેંગસ્ટર' દ્વારા જ અભિનેત્રી કંગનાને ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરાવ્યો હતો.

પૂજાના આ ટ્વીટ બાદ કંગના રનૌતની સોશિયલ મીડિયા ટીમે જવાબ આપતાં કહ્યું હતું કે, તેમને ઈન્ડસ્ટ્રીમાં લાવવા માટે તે ભટ્ટ પ્રોડક્શન કંપનીની આભારી છે. તેમનો ઉદેશ્ય એ વાતનો ઉજાગર કરવાનો છે કે, ઈન્ડસ્ટ્રીમાં બહારથી આવતા લોકોની પ્રતિભાને યોગ્ય ન્યાય મળે જેના તે હકદાર છે.

નોંધનીય છે કે, પૂજા ભટ્ટે ગુરુવારે એક વીડીયો શેર કર્યો હતો, જેમાં કંગાના રનૌત ફિલ્મ ગેંગસ્ટર માટે એવોર્ડ લેતા જોવા મળી રહી છે.

આ દરમિયાન કંગના મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટના વખાણ કરતા અને તેમનો આભાર માને છે અને કહે છે કે, આજે તેને જે સફળતા મળી છે , મુકેશ ભટ્ટ, ભટ્ટ સાહેબ અને અનુરાગ બાસુના કારણે મળી છે.

પૂજાએ આ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, કદાય વીડિયો પણ જૂઠ્ઠું બોલી રહ્યાં છે.? હું આ તમામ આરોપોને સમજુ લોકો પર છોડું છું. યોગ્ય એ જ રહેશે કે, હું બધાની સામે હકીકત રજૂ કરું

આ પહેલા બુધવાર સવારે પૂજાએ એક પછી એક ટ્વીટ કરીને નોપોટિઝમ મુદ્દે ચાલી રહેલા વિવાદ અંગે પોતાના વિચાર રજૂ કર્યા હતા. જેમાં તેમએ કંગનાનું નામ લીધું હતું.

ઉલ્લેખનીય છે કે, કંગનાએ 2006માં વિશેષ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'ગેંગસ્ટર' દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. વિશેષ ફિલ્મ્સ મહેશ ભટ્ટ અને તેમના ભાઈ મુકેશ ભટ્ટનું પ્રોડ્કશન હાઉસ છે.

પૂજાએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, "નેપોટિઝમના હૉટ ટોપિક પર મને મારી વાત કહેવા માટે પૂછવામાં આવ્યું હતું. જેના લઈને હું ખૂબ જ ગુસ્સામાં છું. હું એક એવા પરિવારમાંથી આવું છું જેણે ફિલ્મ ઉદ્યોગની તુલનામાં સૌથી વધુ પ્રતિભાશાળી અભિનેતાઓ, સંગીતકારો અને ટેક્નીશિયનોને લોન્ચ કર્યા છે. હું આ મુદ્દે ફક્ત હસી શકું છું."

"બીજા ટ્વીટમાં પૂજાએ લખ્યું હતું કે, એક સમય એવો પણ હતો જેમાં ભટ્ટ પરિવારને સ્થાપિત અભિનેતા વિરુદ્ધ કંઈ ન કરવા માટેનો આરોપ લગાવતા હતા અને ફક્ત નવા કલાકારોની સાથે લોન્ચ કરવા અને મોટા અભિનેતાઓને કામ આપવા માટેના આક્ષેપ કરવામાં આવતા હતાં."

ABOUT THE AUTHOR

...view details