ગુજરાત

gujarat

ETV Bharat / sitara

"મારી પાસે ફરીથી ઓફિસ બનાવવા માટે પૈસા નથી, હું ખંડેર ઓફિસમાંથી જ મારૂ કામ કરીશ": કંગના - કંગનાની ઓફિસ

કંગના રનૌતે એક નિવેદનમાં કહ્યું કે, મારી પાસે ફરી આફિસ બનાવાના પૈસા નથી. 33 વર્ષીય અભિનેત્રીએ ટ્વિટ કરીને કહ્યુ કે, "મેં 15 જાન્યુઆરીએ મારી આફિસનુ ઓપનિંગ કર્યુ હતું. જે બાદ જ કોરોના મહામારી શરૂ થઇ ગઇ હતી. ત્યારથી મેં પણ વધારે કામ નથી કર્યું, મારી પાસે આફિસને ફરી બનાવાના પૈસા પણ નથી. હું આ જ આફિસમાં કામ કરીશ."

કંગના
કંગના

By

Published : Sep 11, 2020, 10:45 AM IST

મુંબઇ: બુધવારે કંગના તેની ઓફિસ પહોંચી હતી. ત્યાં તે 10 મિનટ સુધી રોકાઇ હતી. તે ભાવુક તો થઇ પણ સાથે ગુસ્સે પણ થઈ હતી.

કંગના રનૌતે એક નિવેદનમાં કહ્યું કે, મારી પાસે ફરી આફિસ બનાવાના પૈસા નથી. 33 વર્ષીય અભિનેત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે, "મેં 15 જાન્યુઆરીએ મારી આફિસનું ઓપનિંગ કર્યુ હતુ. જે બાદ જ કોરોના મહામારી શરૂ થઇ ગઇ હતી. ત્યારથી મેં પણ વધારે કામ નથી કર્યું, મારી પાસે આફિસને ફરી બનાવાના પૈસા નથી. હું આ જ આફિસમાં કામ કરીશ."

9 સપ્ટેમ્બરના રોજ BMC એ કંગના રનૌતની ઓફિસમાં લગભગ બે કલાક સુધી તોડફોડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહીથી કંગનાને લગભગ 2 કરોડનું નુકસાન થયું છે. આ ત્રણ માળની ઓફિસ બનાવવા માટે કંગનાએ લગભગ 48 કરોડનો ખર્ચ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details